ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં નવો ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો

12:49 PM Nov 26, 2025 IST | Bhumika
Advertisement

જામનગર શહેરની મધ્ય નો ઓવરબ્રિજ તૈયાર થઈને લોકાર્પણ થયા બાદ તેના બીજા દિવસે અકસ્માત સર્જાયો છે. પૂલ પરથી નીચે ઉતરી રહેલા એક બોલેરો ના ચાલકે બાઈક સવારને હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો, અને લોકોના ટોળા એકઠા થયા હતા. સદભાગ્ય મોટી જાનહાની થઈ નથી.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવા ફ્લાય ઓવર નું નિર્માણ થયું છે, અને ગઈકાલે જ મુખ્યમંત્રીના હસ્તે તેનું લોકાર્પણ થયું હતું. દરમિયાન પૂલ ચાલુ થયાના બીજા દિવસે એટલે કે આજે સવારે સાત રસ્તાથી જનતા ફાટકવાળા રોડ તરફના એલિવેટર વાળા માર્ગ પરથી નીચેની તરફ આવી રહેલા જી.જે. -10 ટી.વાય. 0652 નંબર ના બોલેરો પીકપ વેન ના ચાલકે નીચે ઉતરીને પીજીવીસીએલ ની કચેરીના ગેઇટ સમક્ષ સામેથી આવી રહેલા એક બાઈક સવારને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. ધડાકાભર બંને વાહનો અથડાયા હોવાથી ત્યાંથી પસાર થનારા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું, જો કે બાઈક ચાલકને અકસ્માતમાં સામાન્ય ઈજા થઈ હતી જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

Tags :
accidentgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement