For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માતાના મઢથી પરત ફરતા ઈડરના પરિવારને નડેલો અકસ્માત, 3નાં મોત

12:41 PM Oct 02, 2024 IST | Bhumika
માતાના મઢથી પરત ફરતા ઈડરના પરિવારને નડેલો અકસ્માત  3નાં મોત
Advertisement

ચાણસ્મા-હારીજ હાઈવે પર ઈકો કાર અને ટેન્કર અથડાયા, ઘરના મોભી, તેના પુત્ર અને સગર્ભા પુત્રવધૂનાં મોત, આઠને ઈજા

પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર બેફામ ગતિએ દોડતાં પ્રાઇવેટ વાહનો કારણે અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે ત્યારે મંગળવારના રોજ ચાણસ્મા-હારીજ હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહેલાં ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. આશાપુરા માતાનાં દર્શન કરીને પરિવાર ઇક્કો કાર પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન ઇક્કો કાર અને ટેન્કર વચ્ચે અગમ્ય કારણસર ગમખ્વાર અકસ્માત સર્જાતાં કારમાં બેઠેલા મુસાફરોની ચિચિયારીઓથી માર્ગ ગુંજી ઊઠ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં ઇક્કો કારમાં સવાર 2 પુરુષ અને એકક મહિલાનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હોવાની સાથે 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ અકસ્માત ચાણસ્મા-હારીજ હાઈવે માર્ગ પર આવેલી ખોડલ હોટલ નજીક સર્જાતાં સ્થાનિક લોકો ઘટનસ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફત પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાારે ઘટનાસ્થળે મૃત્યુ પામેલી વ્યક્તિઓના મૃતદેહોને હારીજના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઇજાગ્રસ્ત પૈકી ત્રણ બાળકની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે. ધરાપુર હોસ્પિટલમાં છખઘ રમેશભાઈએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણ બાળકને જનતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં છે અને અન્ય લોકોને હિંમતનગર લઈ જવામાં આવશે.

મળતી માહિતી મુજબ મૃતક નવલસિંહ કેસરીસિંહ રાઠોડ ભુજ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી છ વર્ષ અગાઉ રિટાયર્ડ થયા હોઈ, રવિવારે પોતાના પરિવાર સાથે ભુજ સહિત માતાના મઢ દર્શન કરવા માટે પોતાની ઈકો ગાડી લઈને નીકળ્યા હતા ને ભુજ તેમજ માતાના મઢનાં દર્શન કરી મંગળવારે પરત ફરી રહ્યા હતા. ત્યારે હારીજ-ચાણસ્મા હાઇવે માર્ગ પર ટેન્કર વચ્ચે તેમની ઇકો કારનો અકસ્માત સર્જાતાં પરિવારના મોભી સહિત પુત્ર અને પુત્રવધૂનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 8 સભ્ય ઈજાગ્રસ્ત બનતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, અકસ્માતમાં મૃત્યુ પામેલાં તોરલબા રવીન્દ્રસિંહ રાઠોડને પાંચ માસનો ગર્ભ હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.

આ અંગે હારીજ પોલીસ સ્ટેશનના પીઆઇ નીરવ શાહના જણાવ્યા મુજબ, ટેન્કર મહેસાણા તરફ જઈ રહ્યું હતું ત્યારે માતાના મઢ તરફથી આવી રહેલી ઈકો ગાડીના ચાલકે પાછળથી ટેન્કરને ટક્કર મારતાં ઈકો ગાડી રોડ સાઈડની ચોકડીઓમાં પલટી જતાં આ ગોઝારી હોનારત સર્જાઇ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ પૈકી બે લોકોની લાશનું પોસ્ટમોર્ટમ હારીજ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યારે એકનું પોસ્ટમોર્ટમ ચાણસ્મા પોલીસ મથકે કરાયું હોઈ, અકસ્માતની ફરિયાદ નોંધવાની તજવીજ હાલમાં ચાલુ હોવાનું જણાવ્યું હતું.

ત્રણેય મૃતકોના નામ
નવલસિંહ કેશરસિંહ રાઠોડ (પિતા)
રવિન્દ્રસિંહ નવલસિંહ રાઠોડ (પતિ)
તોરલબા રવિન્દ્રસિંહ રાઠોડ (પત્ની)

ઇજાગ્રસ્તોનાં નામ
હીનાબા જયપાલસિંહ રાઠોડ (28 વર્ષ)
હિરલબેન રાજેન્દ્રસિંહ રાઠોડ (26 વર્ષ)
રાજેન્દ્રસિહ નવલસિંહ રાઠોડ (25 વર્ષ)
જિમ્મીરાજ ધર્મેન્દ્રસિહ રાઠોડ( 15 વર્ષ)
વિશ્વજિત રવિરાજ રાઠોડ (5 વર્ષ)
નિકુલસિંહ દશરથસિંહ પરમાર (35 વર્ષ)
ચંદ્રિકાબા નિકુલસિંહ પરમાર(27 વર્ષ)
સત્યજિત નિકુલસિંહ પરમાર (8 વર્ષ)

Advertisement
Tags :
Advertisement
Advertisement