થાનમાં 8 વર્ષનો માસૂમ દાંત સાફ કરવાની સળી ગળી ગયોે
થાનમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારનો આઠ વર્ષનો માસુમ બાળક દાંત સાફ કરતો હતો ત્યારે દાંત સાફ કરવાની સળી ગળી ગયો હતો જે સળી મળમાર્ગે નીકળી ગયા બાદ માસુમને દુખાવો થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થાનગઢમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારના શક્તિ મકવાણા નામના આઠ વર્ષનો માસુમ બાળક દાંત સાફ કરવાની સળી ગળી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થાનગઢ પોલીસને જાણ કરતા થાનગઢ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં આઠ વર્ષનો માસુમ બાળક એક ભાઈ એક બહેનમાં નાનો અને પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. માસુમ બાળક દાંત સાફ કરતો હતો ત્યારે અકસ્માતે દાંત સાફ કરવાની સળી ગળી ગયો હતો. જેથી માસુમ બાળકને થાન હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ માસુમ બાળકને મળ માર્ગે દાંત સાફ કરવાની સળી નીકળી ગઈ હતી. પરંતુ માસુમ બાળકને દુખાવો થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ બનાવ અંગે થાન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.