For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં મંજૂરી વગર 8 માળનું સનાતન ગ્રામ નામનું બિલ્ડિંગ ખડકી દીધું

11:29 AM May 15, 2025 IST | Bhumika
મોરબીમાં મંજૂરી વગર 8 માળનું સનાતન ગ્રામ નામનું બિલ્ડિંગ ખડકી દીધું

મોરબીના શક્ત શનાળા-રવાપર વચ્ચે મંજૂરી વગર 8 માળનું સનાતન ગ્રામ નામનું એપાર્ટમેન્ટ ખડકી દીધાનું ધ્યાને આવતા મહાનગરપાલિકાએ આકરી કાર્યવાહી કરી છે. જેમાં મહાપાલિકાની ટીપી શાખા દ્વારા આ મંજૂરી વગર ખડકાયેલા સનાતન ગ્રામ નામના એપાર્ટમેન્ટને સિલ મારી દેવામાં આવ્યું છે.

Advertisement

મોરબી મહાનગરપાલિકા દ્વારા હાઇરાઈઝ બિલ્ડીંગને સીલ મારી અહીં નોટિસ પણ લગાવી દેવામાં આવી છે જેમાં જણાવાયુ છે કે, મોરબી મહાનગરપાલિકા હદમાં શકતશનાળા ગામના સર્વે નં.184 પૈકી 2/ પૈકી 1માં મહેશભાઈ ભોરણીયા તથા અન્યો મૂળ જમીન માલીક દ્વારા રજા ચિઠ્ઠી લીધા વગર ગેરકાયદેસર બાંધકામ કરવાની કામગીરી ચાલુ છે. આ મિલ્કતને સિલ કરવામાં આવી છે. સિલ તોડવું કે સિલ કરેલ મિલકતમાં પ્રવેશ કરવો એ ગુનો બને છે. આ મામલે ટીપી શાખાના અધિકારીએ જણાવ્યું કે શક્ત શનાળા ગામ નજીક ગ્રાઉન્ડ + 8 માળનું બિલ્ડીંગ જે મહાપાલિકામાં નવા ઉમેરાયેલ વિસ્તારમાં આવે છે. આ બિલ્ડીંગ માટે ગ્રામ પંચાયત તરફથી મંજૂરી મળી હતી. પણ ગ્રામ પંચાયતને ગ્રાઉન્ડ + 4 માળ સુધીની જ બિલ્ડીંગને મંજૂરી આપવાની સતા હોય છે. અમે બાંધકામ રોકાવા માટે અગાઉ નોટિસ આપી હતી. નોટીસનો અનાદર કરીને તેઓને બાંધકામ ચાલુ રાખ્યું હતું. જેથી આ બિલ્ડીંગ સિલ કરવામાં આવી છે. હવે તેઓએ યોગ્ય પુરાવા મહાપાલિકા સમક્ષ રજુ કરવા પડશે. બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement