જસદણમાં અમૂલના વાઇસ ચેરમેન ધામેલિયાનું સન્માન
વિશ્વની સૌથી શકતીશાળી દૂધ અને ખાદ્ય બ્રાન્ડAMUL (GCMMF) માં બિનહરીફ વાઈસ ચેરમન તરીકે ગોરધનભાઈ ધામેલીયાની નિમણુક થવા બદલ તથા રાજકોટ ડેરી સાથે જોડાયેલ દૂધ મંડળીઓ માં દૂધ ભરતા પશુપાલકોને કુલ 60 કરોડ ભાવફેર ચૂકવેલ તેમાંથી જસદણ અને વિછીયા પશુપાલકોને 35 કરોડ ભાવફેર ચૂકવેલ છે. જેથી જસદણ અને વિછીયા તાલુકાની દુધ ઉત્પાદક મંડળીઓ દ્વારા રાજકોટ દૂધ સંઘના ચેરમન ગોરધનભાઈ ધામેલીયાનું જસદણ મુકામે સન્માન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય જેતપુર-જામ કંડોરણા અને રાજકોટ ડિસ્ટ્રીક કો.ઓપ.બેંક લી.ના ચેરમેન જયેશભાઈ રાદડીયા વિશિષ્ટ અતિથી તરીકે ઉપસ્થિત રાજકોટ વિસ્તારના સાસંદ પરસોતમભાઈ રૂૂપાલા તથા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા અને મુખ્ય મહેમાન તરીકે અરવિદભાઈ તાગડીયા માનદ મંત્રી ગુજરાત રાજ્ય સહકારી સંઘ, રાજકોટ ડેરીના બોર્ડ ઓફ ડિરેકટર આંબાભાઈ હાડગરડા, લીલીબેન મેટાળીયા હાજર રહેલ, રમેશભાઈ હીરપરા ચેરમન માર્કેટીંગ યાર્ડ, વનરાજભાઈ ખીટ મહામંત્રી જસદણ તાલુકા ભાજપ, ચંકિતભાઈ રામણી પ્રમુખ જસદણ તાલુકા ભાજપ , અશોકભાઈ ચાંવ મહામંત્રી બક્ષીપંચ મોરચા રાજકોટ અને મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહેલ.