For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમુલને છાશમાંથી બાયો ઇથેનોલ બનાવવામાં સફળતા

01:11 PM May 24, 2025 IST | Bhumika
અમુલને છાશમાંથી બાયો ઇથેનોલ બનાવવામાં સફળતા

મોટા ટ્રાવલને સફળતા, 70 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપી દરરોજ 50000 લીટર ઇથેનોલ બનાવશે

Advertisement

તમે જે દૂધ પીઓ છો તે ટૂંક સમયમાં તમારી કારને પણ ઇંધણ આપી શકે છે. ડેરી કંપની અમુલે ચીઝ અને પનીર બનાવતી વખતે બચી ગયેલા દૂધના ઘટક છાશમાંથી બાયોઇથેનોલ બનાવવા માટે મોટા પાયે ટ્રાયલમાં સફળતા મેળવી છે.

ભારતમાં અત્યાર સુધી, મોલાસીસ, મકાઈ, ખેતરના કચરા અથવા ક્ષતિગ્રસ્ત અનાજમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ ટ્રાયલની સફળતા સાથે, ભારતની સૌથી મોટી ડેરી કોઓપરેટિવ બાયોઇથેનોલ પ્લાન્ટમાં રૂૂ. 70 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જે દરરોજ 50,000 લિટર ઉત્પાદન કરશે. તે ગુજરાતના ખાંડ સહકારી ક્ષેત્રમાં હાલના બાયોઇથેનોલ પ્લાન્ટ સાથે કામ કરવાની તક પણ શોધી રહી છે.
અમે ચીઝ/પનીર છાશમાંથી બાયોઇથેનોલ ઉત્પાદનનું મોટા પાયે ટ્રાયલ હાથ ધર્યું. તેનો હેતુ અમારા 3.6 મિલિયન ખેડૂત-માલિકો માટે અપસાયકલ કરવાનો અને નવો આવકનો પ્રવાહ બનાવવાનો હતો એમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતુ.

Advertisement

હાલ 4.5 લાખ લિટર ચીઝ વ્હીમાંથી, અમને 96.71% ઇથેનોલ સામગ્રી સાથે 20,000 લિટર રેક્ટિફાઇડ સ્પિરિટ મળ્યું હતું. EBP કાર્યક્રમને મજબૂત બનાવવા માટે ટ્રાયલ હાથ ધરવામાં આવી છે. તેમજ ભવિષ્યમાં આ 4.4% નો રિકવરી રેટ વધારીને 8% કરી શકાય છે.

આ નવતર ટ્રાયલ કેન્દ્રના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમને મજબૂત બનાવવા માટે હાથ ધરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય પેટ્રોલમાં બાયોઇથેનોલનું મિશ્રણ 20% સુધી વધારવાનો છે તેમણે કહ્યું. આ ટ્રાયલ ભરૂૂચના ધારીખેડા ખાતે શ્રી નર્મદા ખંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડના યુનિટમાં હાથ ધરવામાં આવ્યો હતો, જે નર્મદા સુગર તરીકે જાણીતી સહકારી સંસ્થા છે. નર્મદા સુગરનું નેતૃત્વ ઘનશ્યામ પટેલ કરે છે, જે GCMMF ના સભ્ય યુનિયન ભરૂૂચ ડેરીના ચેરમેન પણ છે.

અમૂલ હાલમાં દરરોજ 30 લાખ લિટર છાશનું સંચાલન કરે છે. ગુજરાતમાં, તેના ત્રણ ચીઝ પ્લાન્ટ છે, એક અમૂલ ડેરી દ્વારા સંચાલિત ખાત્રજ ખાતે, બીજો બનાસ ડેરી દ્વારા સંચાલિત પાલનપુરમાં અને ત્રીજો સાબર ડેરી દ્વારા સંચાલિત હિંમતનગરમાં. તેના દેશભરમાં 15 પનીર ઉત્પાદન પ્લાન્ટ પણ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement