For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં સાંજે અમિત શાહની જાહેર સભા

11:22 AM Nov 20, 2025 IST | Bhumika
ભાવનગરમાં સાંજે અમિત શાહની જાહેર સભા

દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ની આજે ભાવનગરમાં નારી ચોકડી ખાતે જાહેર સભા યોજાય છે. પ્રદેશ ભાજપ પ્રમુખ વિશ્વકર્મા પણ ભાવનગર માં જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે. સાથે કેન્દ્રના પ્રધાનો અને રાજ્યના પ્રધાનો પણ ભાવનગરમાં ઉપસ્થિત રહેનાર છે. શહેરના નારી ચોકડી ખાતે ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન બાદ અમિતભાઈ સાની જાહેર સભા યોજાય છે. કાર્યક્રમમાં કેન્દ્રના મંત્રી ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી મંત્રી પરષોત્તમભાઈ સોલંકી, ભાવનગર જિલ્લાના ધારાસભ્યો, મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Advertisement

ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ તા.20/11/2025ના રોજ ભાવનગર એરપોર્ટ ખાતે આવી કમલમ ભાજપ કાર્યાલય, નાની ખોડિયાર પાસે તેમજ નારી ચોકડી પાસે જાહેર સભા સ્થળ ખાતેનાં કાર્યક્રમમાં પધારનાર છે. ગૃહમંત્રી ઝેડ પ્લસ સી.આર.પી.એફ પ્રોટેકટી મુજબનું સુરક્ષા કવચ ધરાવે છે. ભાવનગર જિલ્લો લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેથી મહાનુભાવના ભાવનગર જિલ્લાના સમગ્ર પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન તેઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ, પ્રવાસ રૂૂટ ઉપર તથા અન્ય જરૂૂરી સ્થળ ખાતે પથનો ડ્રોન તથા અન્ય UAV(Unarmed Aerial Vehicle)નો ફલાય ઝોન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની જરૂૂર જણાતાં ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163ની પેટા કલમ-(1) હેઠળ મળેલ અધિકારની રૂૂઈએ ભાવનગરમાં આગામી તા.20/11/2025 ના કલાક 08/00 થી કલાક 20/00 સુધી નીચે જણાવેલ સ્થળ/વિસ્તારને નો ડ્રોન તથા અન્યUAV(Unarmed Aerial Vehicle)નો ફલાય ઝોન જાહેર કર્યો છે.

જેમા ભાવનગર એરપોર્ટ તથા તેની આસપાસનો 1 કિ.મી.નો એરીયા, કમલમ ભાજપ કાર્યાલય, નાની ખોડિયાર અને તેની આસપાસનો 1 કિ.મી.નો એરીયા, નારી ચોકડી પાસે જાહેર સભા સ્થળ અને તેની આસપાસનો 1 કિ.મી.નો એરીયા, કોન્વોય રૂૂઢ ભાવનગર એસ્પોર્ટ રૂૂવા ગામ- બાલા હનુમાન ત્રણ રસ્તા- નેચરલ પાર્ક- સુભાષનગર ચોક- લાલ બહાદુરશાસ્ત્રી સર્કલ મહિલા કોલેજ- આંબાવાડી સર્કલ-ઘોઘા સર્કલ- રૂૂપાણી સર્કલ- આતાભાઇ ચોક- સેન્ટ્રલ સોલ્ટ ત્રણ રસ્તા- કાળીયાબીડ પાણીની ટાંકી- જવેલ્સ સર્કલ- આર.ટી.ઓ. સર્કલ- દેસાઇનગર- ચિત્રા મસ્તરામ મંદિર- માર્કેટીંગ યાર્ડ- નારી ચોકડી- સભા સ્થળ તથા તેની આસપાસનો 1 કિ.મી.નો એરીયા ને નો ફ્લાય ઝોન જાહેર કરેલ છે.

Advertisement

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-ર0ર3 ની કલમ-223 મુજબ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement