For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમીત શાહ માફી માગે, NSUIનું ચક્કાજામ

06:52 PM Dec 19, 2024 IST | Bhumika
અમીત શાહ માફી માગે  nsuiનું ચક્કાજામ

ડો. બાબા સાહેબ આંબેડકર અંગેના ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઇને રાજયભરમાં NSUIદ્વારા વ્યાપક વિરોધ કરવામાં આવી રહયો છે. રાજકોટમાં પણ NSUIના શહેર પ્રમુખ અંકિત સોદરવાની આગેવાનીમા અમીત શાહ માફી માંગે અને બંધારણીય પદ પરથી રાજીનામુ આપે તેવી માંગણી સાથે કોટેચા ચોકમાં ચકકાજામનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

Advertisement

આ અંગેની યાદીમાં NSUIના ગુજરાત પ્રમુખ નરેન્દ્ર સોલંકીની યાદીમાં જણાવ્યા મુજબ 17 ડીસેમ્બર 2024ના રોજ ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું કે ‘એક ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર બોલવાની ! આટલી વખત ભગવાનનું નામ લે તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાય !"
ભાજપ / આરએસએસ અને તેમના નેતા ઓ અને ગૃહમંત્રીના મગજમાં ડો. આંબેડકર પ્રત્યે કેટલી નફરત છે, તે જોઈ શકાય છે. ડો બાબા સાહેબ આંબેડકર એ ગરીબો / દલિતો / વંચિતો અને મહિલાઓ સૌને સમાન હક આપવ્યો છે . બાબા સાહેબ ફકત એક સમાજના જ નહિ ભારત દેશના નેતા છે. બાબા સાહેબએ આ દેશને બંધારણ આપ્યું છે.

તેમનું અપમાન એ સમગ્ર દેશનું અપમાન ગણાય . ભારતીય જનતા પાર્ટી વર્ષો થી બાબા સાહેબ અને બંધારણ વિરોધી છે જે આ પ્રકારના નિવેદન થી દેખાઈ આવે છે પહેલા બંધારણ બદલવાની વાત અને હવે બાબા સાહેબ નું અપમાન આ બાબતો સ્પષ્ટ કરે છે કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ બાબા સાહેબ ને કેટલી નફરત કરે છે .જે વ્યક્તિએ દેશના લોકો ને હક .ન્યાય અને સમાનતા અપાવવા હંમેશા આગળ રહ્યા તે જ વ્યક્તિ નું અપમાન કદી સહન કરી શકાય નહિ. બાબા સાહેબનું આ અપમાન તે સરકાર જ કરી રાકે જે બંધારણને નફરત કરતી હોય. આ બાબતે અમિત શાહે માફી માંગવી જોઈએ અને તેમના બંધારણીય પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement