અમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડામાં મહા સંમેલન
અનિરૂધ્ધસિંહ અને રાજદિપસિંહની ધરપકડ નહીં થતા પાટીદાર સમાજ દ્વારા લેવાયેલ નિર્ણય, અનિડા ગામે બેઠક યોજાઇ
રીબડાનાં પાટીદાર યુવાન અમિત ખુંટનાં આપઘાત કેસને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમિત ખુંટનાં આપઘાતને લઇને રીબડામા મહા સંમેલનની જાહેરાત કરવામા આવી છે. અમિત ખુંટ આપઘાત કેસમા સંડોવાયેલ રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેનો પુત્ર રાજદિપસિંહ જાડેજા હજુ સુધી પોલીસ પકડથી દુર હોય ત્યારે પાટીદાર સમાજ દ્વારા આ મામલે ગોંડલ પંથકનાં અલગ અલગ ગામોમા મિટીંગનુ આયોજન કરાયુ છે. અને અનિડા ગામે યોજાયેલી મિટીંગમા મહા સંમેલનનો નિર્ણય લેવાયો છે.
જો કે તે અંગેની સતાવાર તારીખ હજુ સુધી જાહેર થઇ નથી પરંતુ અમિત ખુંટ આપઘાત કેસને લઇને પાટીદાર સમાજમા આરોપીઓની ધરપકડ નહી થતા ભારે રોષ જોવા મળ્યો છે.રીબડાનાં અમિત ખુંટને હનીટ્રેપમા ફસાવનાર સગીરા તેમજ રાજકોટની પુજા જેન્તીભાઇ રાજગોર તથા મદદગારી કરનાર વકીલ દિનેશ પાતર અને સંજય પંડીતની ધરપકડ કરવામા આવી હતી. આ મામલે પોલીસ તપાસમા કેટલાક ચોકાવનારા ખુલાસા થયા હતા જેમા જુનાગઢનાં રહીમ મકરાણીએ ષડયંત્ર રચી અમિત ખુંટને હનીટ્રેપમા ફસાવ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ. ખોટી રીતે દુષ્કર્મની ફરીયાદ થયાનાં આક્ષેપ સાથે અમિત ખુંટે રીબડા ગામે આવેલ પોતાની વાડીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આપઘાત પુર્વે લખેલી સ્યુસાઇડ નોટમા રીબડાનાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેનાં પુત્ર રાજદીપસિંહ જાડેજાનુ નામ આપ્યુ હોય જેમા પોલીસે અમિત ખુંટનાં આપઘાત મામલે ગુનો નોંધ્યો છે ત્યારે પિતા - પુત્ર બંને આ ઘટનાનાં 10 દિવસ બાદ હજુ સુધી ઝડપાયા નથી ત્યારે આ મામલે પાટીદાર સમાજમા ભારે રોષ જોવા મળ્યો છે. ગોંડલ આસપાસનાં ગામોમા વસતા પાટીદાર સમાજનાં અગ્રણીઓએ બેઠકો બોલાવવાનુ શરૂ કર્યુ છે.
અનિડા ગામે મળેલી બેઠકમા પિતા - પુત્રની ધરપકડ નહી થતા હવે આગામી દિવસોમા રીબડામા મહા સંમેલનની જાહેરાત થઇ છે. ગોંડલ પંથકનાં આસપાસનાં ગામોમા વસ્તા પાટીદારો તેમજ ગુજરાત ભરનાં પાટીદાર અગ્રણીઓ આ મહા સંમેલનમા હાજર રહેશે. જો કે હજુ સુધી સતાવાર તારીખ જાહેર કરાઇ નથી પરંતુ અમિત ખુંટનાં આપઘાત માટે જવાબદાર અનિરૂધ્ધસિંહ અને તેનાં પુત્ર રાજદિપસિંહની ધરપકડ નહી થાય તો આગામી દિવસોમા રીબડામા મહા સંમેલનની જાહેરાત થતા પોલીસ વિભાગ દોડતો થઇ ગયો છે. અને આ સંમેલનની જાહેરાતને લઇને ભારે ગરમાવો આવી ગયો છે .