મિશ્ર ઋતુ વચ્ચે વકરતો રોગચાળો, શ્રમિક યુવાનને તાવ ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં મિશ્રઋતુ વચ્ચે રોચાળો વકર્યો હોય તેમ છાશવારે તાવની બિમારીથી લોકો કાળના ખપ્પમાં ભમાઈ રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં શહેરની ભાગોળે સણોસરા ાગમે કારખાનામાં કામ કરતો યુવક તાવની બીમારી સબબ બસપોર્ટમાં બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ હોસ્પિટલમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રધેશનો વતની અને હાલ રાજકોટના સણોસરા ગામે કારખાનામાં કામ કરતો શૈલેન્દ્ર કુમાર અવધબિહારી શાહો નામનો 25 વર્ષનો યુવાન બસસ્ટેશનમાં પ્લેટફોમ નંબર-2 પર હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને તાવની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.