રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જસદણમાં ક્રોસ અને સિંગલ મત માગવાની ભરમાર વચ્ચે 52.14 ટકા નીરસ મતદાન

11:24 AM Feb 17, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 52.14 ટકા જેવું નીરસ મતદાન નોંધાયુ હતું. જેમાં વોર્ડ નંબર 1 માં 9 ઉમેદવારો, વોર્ડ નંબર 2 માં 12 ઉમેદવારો, વોર્ડ નંબર 3 માં 9 ઉમેદવારો, વોર્ડ નંબર 4 માં 10 ઉમેદવારો, વોર્ડ નંબર 5 માં 11 - ઉમેદવારો, વોર્ડ નંબર 6 માં 4 ઉમેદવારો, વોર્ડ નંબર 7 માં 9 ઉમેદવારો મળી કુલ 7 વોર્ડના 64 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થયું છે.જસદણ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અશોકભાઈ ધાધલ, જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પી.વી.ભાયાણી, રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, જસદણ પત્રકાર સંઘના પ્રમુખ બિજલભાઈ ભેંસજાળીયા જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હીરપરા સહિતના અગ્રણીઓ ચૂંટણી જંગમાં છે.

Advertisement

7 વોર્ડની 28 બેઠકો પૈકી 26 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. જેમાં વોર્ડ નંબર 1 માંથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ રમાબેન મકવાણા બિનહરીફ થયા હતા.જ્યારે વોર્ડ નંબર 6 માંથી ભાજપના કુસુમબેન રાજેશભાઈ દાવડા પણ બિનહરીફ થયા હતા. 19664 પુરૂૂષ મતદારો તથા 18773 સ્ત્રી મતદારો મળીને કુલ 38,437 મતદારો નોંધાયેલા હતા. કુલ 11021 પુરુષ મતદારો તથા 9019 સ્ત્રી મતદારો મળીને કુલ 20,040 મતદારોએ મતદાન કરતા 52.14 ટકા મતદાન નોંધાયુ હતું. અનેક વોર્ડમાં મોટા પ્રમાણમાં ક્રોસ વોટિંગ થયાનું જાણવા મળ્યું હતું. તો કેટલા ઉમેદવારોએ ફક્ત તેમનામાં સિંગલ મત આપવા માટે જ ખાનગીમાં મોડી રાત્રે પ્રચાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. હવે આગામી તા.18 ના રોજ સવારે 8 કલાકે મોડેલ સ્કૂલ ખાતે મત ગણતરી યોજાશે.

Tags :
Electiongujaratgujarat newsJasdanJasdan news
Advertisement
Advertisement