ઓન લાઈન ફૂડ ઓર્ડરના ટ્રેન્ડ વચ્ચે ઘરની રસોઈનો સ્વાદ શીખવે છે આ કૂકિંગ એક્સપર્ટ
સગાઈ નક્કી થયેલ દીકરી, વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ,સ્કૂલે જતા બાળકોની માતાઓ તેમજ પોતાનું રેસ્ટોરાં, ક્લાઉડ કિચન ખોલવા માગતા શેફ માટે આવા ક્લાસીસ આશીર્વાદરૂપ છે
આજે સોશિયલ મીડિયામાં રીલ સ્ક્રોલ કરો એટલે અલગ અલગ વિષય વચ્ચે કૂકિંગ રેસીપીનો એક વીડિયો જરૂર મળે. કૂકિંગ એક્સપર્ટ હોય કે ન હોય અનેક લોકો આ પ્રકારના વીડિયો મૂકીને કમાણી કરે છે.અત્યારે નવી વાનગી આંગળીના ટેરવે શીખી શકાય છે પરંતુ આ એ સમયની વાત છે જ્યારે આવી કોઈ સુવિધા નહોતી.મહિલાઓ ન્યુઝ પેપરમાં આવતી વાનગીઓના કટિંગ સાચવી રાખતી અને તેમાંથી પરિવાર માટે નવી વાનગીઓ બનાવતી.
આ ઉપરાંત અમુક લોકો કૂકિંગ કલાસીસમાંથી પણ શીખતા. દીકરીનું નક્કી કરતી વખતે પણ કૂકિંગ કલાસ કર્યા છે કે નહીં એવું પૂછવામાં આવતું.રાજકોટમાં આજથી બે દાયકા પહેલાની વાત કરીએ તો આંગળીના વેઢે ગણાય એટલા જ ક્લાસીસ હતા. જ્યોતિબેન નંદાણી, લતાબેન તન્ના,ધર્મીલાબેન રાઠોડ, પ્રીતિબેન ચૌહાણ, સેજલબેન દેસાઈ વગેરેનો પણ એક જમાનો હતો.અત્યારે પણ ુજ્ઞીિીંબય ના ક્રેઝ વચ્ચે પણ એવા અનેક કૂકિંગ એક્સપર્ટ છે જે જુદા જુદા પ્રાંતની વાનગીઓ, કેક, કુકીઝ, આઈસ્ક્રીમ વગેરે શીખવે છે એટલું જ નહીં પણ ઓર્ડરથી બનાવી પણ આપે છે. સગાઈ નક્કી થયેલ દીકરી, વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ, સ્કૂલમાં જતા બાળકોની માતાઓ તેમજ પોતાનું રેસ્ટોરાં, ક્લાઉડ કિચન ખોલવા માગતા શેફ માટે પણ આવા ક્લાસીસ આશીર્વાદરૂપ છે.
અત્યારે ઓન લાઈન ફૂડ ઓર્ડરનો ટ્રેન્ડ છે ત્યારે આવા કૂકિંગ કલાસ ઘરની વાનગીનો સ્વાદ શીખવે છે. આ વર્ગો ચલાવવા વિચારીએ છીએ તેટલું સહેલું નથી છતાં આ બહેનો પોતાની રસોઈ કલા બીજાને શીખવે છે અને પોતે પણ સતત અપડેટ રહીને સમય સાથે તાલ મિલાવે છે.ગૃહિણીઓ માટે રોજીંદુ કામ ગણાતી રસોઈ એક કદમ આગળ વધી બિઝનેસનું સ્વરૂપ લેવા લાગી છે અને રાજકોટમાં અનેક બહેનો આ કામ કરી રહ્યા છે જેમાંથી અમુક મહિલાઓની સ્વાદની આ યાત્રાની વાત કરીએ.
મમતાબેન શાહ પાસે નેક્સ્ટ જનરેશન પણ કૂકિંગ શીખવા આવે છે
બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં એમએસસી કરેલ મમતાબેન શાહ 1995માં કલકત્તાથી રાજકોટ આવ્યા. ડાયેટીશિયન તરીકે પણ કામ કર્યું ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્યૂઝિનના જુદા જુદા કોર્સ કર્યા.તેઓ જણાવે છે કે રાજકોટમાં એ સમયે ઇન્ટરનેશનલ વાનગીનો ટ્રેન્ડ ઓછો હતો. શરૂૂઆતમાં બેકરી ક્લાસીસ, મેક્સિકન, થાઈ,પંજાબી,ચાઈનીઝ વગેરેના ક્લાસીસ પણ શરૂૂ કર્યા.અહીંથી શીખીને વિદ્યાર્થીઓએ લંડન, કેનેડા,યુએસ વગેરે જગ્યાએ પોતાની કેરિયર બનાવી છે. બે દાયકાની સફરમાં અનેક યાદગાર પળો આવી છે જેમાં એસ આર કંપનીમાં માઇક્રોવેવના ઉપયોગ વિશેના સેમિનારમાં 50ની જગ્યાએ 250 લોકો ઉપસ્થિત રહ્યા અને તેમાં પણ પુરુષોની સંખ્યા વધુ હતી તે રસપ્રદ રહ્યું. એલ જી કિચન મહારાણીમાં પાંચ વર્ષ જજ તરીકે સેવા આપી અને દિલ્હી સુધી જવાનું થયું. ઉદયપુરના મહારાણીને માઇક્રોવેવ હેન્ડલ કરવા બાબત શીખવ્યું તે યાદગાર છે હાલ નેક્સ્ટ જનરેશન પણ મારી પાસે શીખવા આવે છે એ જ મારા કામની સફળતા છે.હજુ થાય તેટલું કરવા માગું છું, હું મારા કામથી ખૂબ જ સંતુષ્ટ છું.
ક્લાઉડ કિચન ખોલી શકાય એટલી ચોકસાઈથી શીખવે છે હેતલબેન માંડવિયા
રાજકોટમાં કૂકિંગ ફિલ્ડમાં હેતલબેન માંડવિયાનું નામ જાણીતું છે.તેઓ લગ્ન કરીને રાજકોટ આવ્યા તે પહેલાં પણ જુદી જુદી પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા હતા. અહીં આવ્યા બાદ પણ ઘર પરિવારની સાથે સાથે કૂકિંગનો શોખ ચાલુ રહ્યો. કૂકિંગ સ્પર્ધામાં રસોઈની મહારાણીના ફાઈનલ કોન્ટેસ્ટમાં દ્વિતિય વિજેતા બન્યા બાદ તેમનો આત્મવિશ્વાસ વધ્યો . છેલ્લા એક દાયકાથી તેઓ કેક, કૂકીઝથી લઈને અનેક વાનગીઓ શીખવે છે,જજ તરીકે સેવા આપે છે, સેમિનાર-વર્કશોપ લે છે, અખબારમાં રેસિપી પણ લખે છે અને ઓર્ડરથી કેક પણ બનાવી આપે છે. સંયુક્ત કુટુંબની જવાબદારી સાથે પોતાનો શોખ પણ જાળવી રાખતા તેઓએ જણાવ્યું કે ુજ્ઞીિીંબયના સમયમાં લોકોને કૂકિંગ ક્લાસમાં રસ ઓછો પડે તે સ્વાભાવિક છે આમ છતાં અમુક લોકો છે જેમને રૂબરૂ શીખવામાં રસ પડે છે. નિયમિત વર્ગો સાથે હાલમાં ક્લાઉડ કિચન ખોલવાની તૈયારી માટે પર્સનલ કૂકિંગ શીખવા માટે પણ અનેક લોકો આવે છે.
ટોકન દરે કૂકિંગ શીખવે છે હેમાબેન ગઢિયા
છેલ્લા દોઢ દાયકાથી પણ વધુ સમયથી આ ફિલ્ડમાં કાર્યરત છે હેમાબેન ગઢિયા. કૂકિંગનો શોખ હોવાના કારણે બધી જ વાનગીઓ સ્વાદિષ્ટ બનતી તેથી નજીકના સગા સંબંધીએ તેમને ક્લાસીસ શરૂૂ કરવા માટે સૂચન કર્યું. આ માટે સમય સાથે અપડેટ રહેવા તેઓએ અલગ અલગ નવી વાનગીઓ શીખી અને કૂકિંગ કલાસીસ શરૂ કર્યા. તેઓ પેટ ડોગ માટે પણ ખાસ કેક બનાવે છે. તેઓની ખાસ વાત એ છે કે છેલ્લા થોડા સમયથી તેઓ ટોકન દરે 150થી વધુ વાનગીઓ દીકરીઓને શીખવાડે છે એટલું જ નહીં તેમાંથી થયેલ આવક પણ સારા કામમાં વાપરી અન્યને મદદરૂપ થાય છે. જુદી જુદી સંસ્થાઓ શાળાઓમાં તેઓ નિ:શુલ્ક પોતાની સેવા આપે છે, જજ તરીકે સેવા આપે છે તેમજ અનેક બહેનો તેમની પાસેથી શીખીને ઓર્ડરથી પોતાનો બિઝનેસ કરે છે, ક્લાઉડ કિચન ચલાવે છે અને આત્મનિર્ભર બને છે તેનો હેમાબેનને ખૂબ આનંદ છે.
કેક બનાવવી રીટાબેન તન્ના માટે ડાબા હાથનો ખેલ છે
છેલ્લા 25 વર્ષથી કૂકિંગના ફિલ્ડમાં કાર્યરત રીટાબેન તન્નાએ જીવનના ચાર દાયકા પછી સ્વાદની સફરમાં ડગ માંડ્યા. રસોઈની મહારાણી કોન્ટેસ્ટમાં ભાગ લીધો ત્યારબાદ રાજકોટની જાણીતી હોટેલના શેફ પાસેથી જુદી જુદી વાનગી શોખ ખાતર શીખ્યા પરંતુ સ્વજનોએ તેમની આ કળાને આગળ વધારવા માટે કૂકિંગ ક્લાસ શરૂૂ કરવા સૂચન કર્યું. કૂકિંગ ક્લાસમાં અવનવી વાનગી સાથે કેક શીખવે છે તેમજ ઓર્ડરથી પણ બનાવી આપે છે કેક બનાવવી તે જાણે તેમના ડાબા હાથનો ખેલ. ફૂડ ચેનલના શેફ દ્વારા આયોજિત કિવિની વાનગી સ્પર્ધામાં તેઓએ કિવિની કેક બનાવી અને વિજેતા બની સોનાની ગીની જીત્યા તે તેમના જીવનની યાદગાર ક્ષણ છે. હાલ તેઓ શાળામાં તેમજ જુદી જુદી સંસ્થામાં શીખવવા જાય છે, સેમિનાર લે છે.તેઓએ જાણીતા શેફ રીપૂ દમન, શિવાની મહેતા, અજય ચોપરા આયોજિત કૂકિંગ સ્પર્ધામાં ભાગ લીધો છે. અત્યારે સિક્સટી પ્લસની ઉંમરે પણ કાર્યરત છે.
Written By: Bhavna Doshi