ભાદરવી પૂનમે અંબાજી મંદિરના દર્શન સાંજે પાંચ વાગ્યાથી બંધ
અંબાજીમાં 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાયું છે. આ વખતે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરે દર્શન સમય, ધ્વજારોહણમાં ફેરફાર કરાયો છે. આ ફેરફારને કારણે શિખર પર બપોરે 12:30 કલાક બાદ ધ્વજારોહણ થઈ શકશે નહીં. આરતી સવારે 6 વાગ્યાથી 6:30 સુધી દર્શન સવારે 6થી 10 કલાક સુધી, શયનકાળ આરતી 12થી 12:30 કલાકે થશે. ભક્તો માટે બંધ મંદિરમાં જાળીમાંથી દર્શનનો સમય 12:30થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે. સાંજે 5 વાગ્યા પછી દર્શન બંધ રહેશે. અંબાજી મંદિર ખાતે 1થી 6 સપ્ટેમ્બર આરતી સવારે 6થી 6.30 કલાકે, દર્શન સવારે 6થી 11.30 કલાક સુધી, દર્શન બંધ 11:30થી 12.30, દર્શન બપોરે 12:30 થી સાંજે 5 કલાક સુધી, દર્શન બંધ સાંજે 5થી સાંજે 7 કલાક સુધી, દર્શન સાંજે 7થી રાત્રિ 12 કલાક સુધી તથા દર્શન બંધ રાત્રિના 12થી સવારે 6 સુધી રહેશે.
7 સપ્ટેમ્બર, રવિવાર એટલે કે ભાદરવી પૂનમ મહામેળાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતી સવારે 6 વાગ્યાથી 6.30 સુધી, દર્શન સવારે 6થી 10 કલાક સુધી, શયન કાળ આરતી 12થી 12:30 કલાકે, બંધ મંદિરમાં જાળીમાંથી દર્શનનો સમય 12:30થી સાંજે 5 કલાક સુધી તેમજ સાંજે 5 કલાકથી દર્શન બંધ રહેશે. 7 સપ્ટેમ્બર, રવિવાર, પૂનમ મહામેળાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના શિખર પર બપોરે 12:30 કલાક બાદ ધ્વજારોહણ થઈ શકશે નહીં. 8 સપ્ટેમ્બરથી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.