For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરનાથ યાત્રા વડોદરાના ભાવિક માટે બની અંતિમયાત્રા

05:33 PM Jul 22, 2025 IST | Bhumika
અમરનાથ યાત્રા વડોદરાના ભાવિક માટે બની અંતિમયાત્રા

બાબા બર્ફાનીનાં દર્શન થાય એ પહેલાં જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશભાઈ ઉત્તેકરે દુનિયા છોડી દીધી છે. તેઓ અમરનાથ ગુફાથી માંડ 20 પગથિયાં જ દૂર હતા ત્યાં તેમને પડી જતાં બ્રેઇન-હેમરેજ થઈ ગયું હતું. બાદમાં તેમને તાત્કાલિક શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેઓ કોમામાં જતા રહ્યા અને 10 દિવસ સુધી ICUમાં સારવાર બાદ તેમનું મૃત્યુ થઈ ગયું. આજે (22 જુલાઈ) મહેશભાઈના મૃતદેહને શ્રીનગરથી વડોદરા લવાશે.

Advertisement

વડોદરાના તરસાલી વિસ્તારમાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતા મહેશભાઈ ઉત્તેકર 12 દિવસ પહેલાં વડોદરાથી અમરનાથની યાત્રાએ ગયા હતા, જ્યાં તેઓ બાબા અમરનાથની ગુફાથી માત્ર 20 પગથિયાં દૂર હતા ત્યારે તેઓ પડી ગયા હતા અને તેમને બ્રેઈન-હેમરેજ થયું હતું અને જેથી તેમને તરત જ શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કોમામાં જતા રહ્યા હતા અને તેમને છેલ્લા 10 દિવસથી ICUમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મહેશભાઈ ઉત્તેકરનું અવસાન થયું છે. એને પગલે તેમના મૃતદેહને શ્રીનગરથી બાય પ્લેન કોફીનમાં વડોદરામાં લાવવામાં આવશે.મૃતક મહેશભાઈના પરિવારમાં તેમનો પુત્ર હૈદરાબાદ ખાતે આર્મીમાં ફરજ બજાવે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement