OBC-દલિત આંદોલનકારો સામેના કેસો પણ પાછા ખેંચો: અલ્પેશ ઠાકોર
પાસના કાર્યકરો સામે કેસ ખેંચવા બદલ સરકારનો આભાર માનતા હાર્દિક અને દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલે કહ્યું, સરકાર જાહેરાત ન કરે ત્યાં સુધી વાત સાચી માની શકાય નહીં
પાટીદાર અનામત આંદોલન દરીમયાન પાસના નેતાઓ સામે સરકાર દ્વારા નોંધવામાં આવેલા રાષ્ટ્રદ્રોહના કેસો પાછા ખેંચાયાની સરકારના બદલે પાસના પૂર્વ ક્ધવીનરો હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાએ જાહેરાત કરી છે. ત્યારે ભાજપ સરકાર સામે એક સમયે ક્ષત્રિય-ઠાકોર સેનાના નેજા હેઠળ આંદોલન ચલાવી હવે ભાજપના ધારાસભ્ય બની ગયેલા અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે, સરકારનો આ નિર્ણય આવકારદાયક છે. સાથોસાથે સરકારે ઓબીસી અને દલિત આંદોલન કારો સામેના કેસ પણ પાછા ખેંચવા જોઇએ.
બીજી તરફ સરકારે પાસના કાર્યકરો સામેના કેસ પાછા ખેંચવા અંગે કોઇ જાહેરાત કરી નથી પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, સાંજ સુધીમાં સરકાર દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવશે.
પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહના કેસ સરકારે પરત ખેંચ્યા હોવાના સમાચારની વચ્ચે હવે પૂર્વ પાસ નેતા દિનેશ બાંભણિયાનું નિવેદન સામે આવ્યું છે. રાજદ્રોહ, હત્યાના પ્રયાસ સહિતના ગંભીર કેસ સરકારે પરત ખેંચ્યા હોવાને લઈ દિનેશ બાંભણિયાએ સરકારનો આભાર માન્યો છે. હાર્દિક પટેલ, ચીરાગ પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો સામે કેસ ચલાવાયા હતા. પાટીદાર નેતા દિનેશ બાંભણીયાનો દાવો છે કે, પાટીદાર આંદોલન વખતના તમામ કેસો પાછા ખેંચવામાં આવ્યા છે.
આ ઉપરાંત હાર્દિક પટેલે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને કહ્યું કે, આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાનો સામેના ગંભીર રાજદ્રોહના કેસો પાછા ખેંચી લીધા છે. સમાજ વતી હું ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિન-અનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના થઈ, 1000 કરોડ રૂૂપિયાની યુવા સ્વાવલંબન યોજના લાગુ કરવામાં આવી અને દેશમાં ઉચ્ચ જાતિઓને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો. હું ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું.
આ બધાની વચ્ચે પૂર્વ PAASનેતા ચિરાગ પટેલનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે.
ચિરાગ પટેલે રાજદ્રોહના કેસ પરત ખેંચવાના સરકારના નિર્ણય સામે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ મામલે સરકાર સત્તાવાર જાહેરાત કરે. તેમણે ઉમેર્યું કે, આ મામલે સરકાર તરફથી સત્તાવાર જાહેરાત થાય એ જરૂૂરી છે. આ સાથે કહ્યું કે, સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ કરવું પડે છે. સરકારના સોગંદનામા બાદ કોર્ટ નિર્ણય કરતી હોય છે. તેમણે કહ્યું કે, સરકાર પોતાના પ્લેલફોર્મ પરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી માહિતી સાચી ન સમજી શકાય. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ખુશ થવાની જરૂૂર નથી. કોર્ટમાં કેસ ચાલુ છે ત્યારે આ મુદ્દે કંઈ પણ બોલવું અયોગ્ય છે.
પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવા મામલે ગાંધીનગર દક્ષિણ સીટ પરથી ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચાયા તેને આવકારૂૂ છું. અહીં તેમણે એક બીજું મોટું નિવેદન આપ્યું કે, ઓબીસી અને દલિત આંદોલનના પડતર કેસ પણ પરત ખેંચાવા જોઈએ. તેમણે કહ્યું કે, સરકાર દરેક વર્ગની ચિંતા કરે છે, આંદોલન કરનાર કાર્યકારો કોઈ ગુનેગાર નથી. આ સાથે તેમણે કહ્યું કે, સરકારને વિનંતી છે, એ સમયના જે પણ કેસો હોય સરકાર પરત ખેંચે.
પાટીદાર દીકરા-દીકરીઓને રાહત મળશે, ભૂપેન્દ્રભાઇ-સરકારનો અભાર: નરેશ પટેલ
પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાના મામલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. અનામત આંદોલન સમયે પાટીદાર દીકરા- દીકરીઓ પર જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ કેસ રજીસ્ટર્ડ કરવામાં આવ્યા હતા.
શરૂૂઆતથી જ ખોડલધામ દ્વારા અનામત આંદોલન સાથે જોડાયેલા આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાઈ તે બાબતના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આખરે રાજ્ય સરકાર અને ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે. હું ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી અનેક પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે.