ગેનીબેન-જગદીશ ઠાકોર સાથે અલ્પેશ ઠાકોરની ગુફતેગુથી રાજકીય ગરમાવો
ગુજરાતમાં કેબિનેટનો ગંજીફો ચીપાયો ત્યારે સૌથી મોટું આશ્ચર્ય થયું કે, જે કેબિનેટમાં નિશ્ચિત મનાતા હતા. અલ્પેશ ઠાકોરને સ્થાન ન અપાતા બધાને આશ્ચ્રર્ય થયુ હતુ. નવી કેબિનેટમાં તેમનું સ્થાન નિશ્ચિત માનવામાં આવતું હતું, આ બનાવ પછી અલ્પેશ ઠાકોરે તેની ઠાકોર સેનાને સજ્જ કરવા માંડી છે. તેની સાથે-સાથે તેમણે ઠાકોર સમાજના કાર્યક્રમોમાં પણ નિયમિત રીતે હાજરી આપવા માંડી છે.
આશ્ચર્યની વાત એ છે કે બંને સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જે રીતે વાત કરતા હતા તે જોઈએ તો એમ જ લાગે કે તેમની વચ્ચેની રાજકીય દુશ્મનાવટ ક્યાં ઓગળી ગઈ. તેમા પણ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના સાંસદ ગેનીબેન સાથે જે ઘનિષ્ઠતા બતાવી તેણે સામાજિક આગેવાનોથી લઈને રાજકીય આગેવાનોને પણ ચકરાવામાં નાખી દીધા હતા. અલ્પેશ ઠાકોર અને ગેનીબેન વચ્ચે સમાજના કાર્યક્રમની વચ્ચે જ વાતચીતનો લાંબો દોર ચાલ્યો હતો, આ પહેલા કેટલાય સમય સુધી અલ્પેશ ઠાકોરે આ રીતે હરીફ રાજકારણીઓ સાથે સમાજમાં આટલી લાંબા વાત પણ કરી નથી.
તેના પછી માણસામાં ઠાકોર-ક્ષત્રિસ સમાજનું સંમેલન યોજાયું હતું. તેમા પણ ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના જગદીશ ઠાકોર વચ્ચે ચાલેલી ગુફતેગુએ ફરી પાછુ બંને પક્ષના આગેવાનોનું ધ્યાન ખેંચ્યું હતું. આમ પહેલા કોંગ્રેસના ગેનીબેન પછી કોંગ્રેસના જ જગદીશ ઠાકોર સાથે સ્નેહમિલનમાં અલ્પેશ ઠાકોરની ગુફતેગુ કંઈ ક્યાંય બંધ બારણ થઈ નથી, પરંતુ જાહેરમાં થઈ છે.
ઠાકોર સમાજ પણ આ વસ્તુ જોઈ રહ્યો છે. અલ્પેશ ઠાકોરને પોતાને ઠાકોર સેના અને સમાજ પરથી તેમનો રાજકીય દબદબો ઘટે તે કોઈ રીતે પોષાય તેમ નથી. આથી તે પણ હાઈકમાન્ડને કોઈને કોઈ રીતે તેમના અસંતોષનો સંદેશો આપવામાં લાગેલા છે તેવો રાજકીય ગણગણાટ થઈ રહ્યો છે.