રાજકોટના એડિશનલ કલેક્ટર પદે આલોક ગૌતમે સંભાળ્યો ચાર્જ
04:24 PM Dec 02, 2024 IST | Bhumika
Advertisement
2011 બેન્ચના અધિકારી છે સૌરાષ્ટ્રમાં પ્રથમ પોસ્ટિંગ
રાજકોટના એડિશનલ કલેક્ટર ચેતન ગાંધીની ગાંધીનગર ખાતે બદલી થતા રાજકટના નવા 18 માં એડિશનલ કલેકટર તરીકે આલોક ગૌતમની નિમણૂક કરવામાં આવી છે.આજે તેઓએ વિધિવત રીતે ચાર્જ પણ સાંભળ્યો હતો.
Advertisement
આલોક ગૌતમ 2011 બેન્ચના અધિકારી છે. તેઓએ અગાઉ ગાંધીનગર ખાતે ચૂંટણીપંચ કચેરીમાં ડેપ્યુટી કલેકટર, તેમજ દાહોદ અને લુણાવાડા ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમનું સૌરાષ્ટ્રમાં પ્રથમ પોસ્ટિંગ છે.
એડિશનલ કલેક્ટર ચેતન ગાંધી આજે ગાંધીનગર જવા રવાના થશે. સવારે ગાંધીનગર ખાતે પુરવઠા વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ચાર્જ સંભાળશે તેવું અધિક કલેક્ટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું.
Advertisement