રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપામાં સફાઇ કામદારોની કાયમી ભરતીને મંજૂરી

05:42 PM Feb 29, 2024 IST | Bhumika
Advertisement

મનપામાં મોટાભાગના સફાઇ કામદારો કોન્ટ્રાકટ બેઝ ઉપર ફરજ બજાવી રહ્યા છે. તેવી જ રીતે કાયમી ભરતી થયા બાદ ફરજ બજાવતા સફાઇ કામદારોને સંતાનોને ઘણ સમયથી નોકરી ઉપર લેવાની માંગ હતી તેમજ કાયમી સફાઇ કામદારોની ભરતી સહિતની માંગણી ઉઠેલ જેનો સેનીટેશન કમીટીએ નિર્ણય લઇ સરકારના નિયમ આધારિત સફાઇ કામદારોની કાયમી ભરતી કરવાની મંજુરી સાથેની દરખાસ્ત જનરલ બોર્ડમાં મોકલી આપેલ છે. જેના લીધે સફાઇ કામદારોમાં આનંદ વ્યાપી ગયો હતો. અને આજે કચેરી ખાતે ઢોલ-નગરા સાથે આભાર પ્રગટ કર્યો હતો. મનપામાં મોટાભાગના સફાઇ કામદારો કે જેઓ કોન્ટ્રાકટ બેઝ ઉપર ફરજ બજાવી રહ્યા છે. તેમને કાયમી કરવા માટેની માંગ ઘણ સમય પહેલા કરવામાં આવેલ ત્યાર બાદ સફાઇ કામદારોની કોર્ટનું શરણુ લેતા કોર્ટે ભરતી કરવાનો હુકમ કર્યો હતો. છતા મહાનગરપાલિકાએ આજ સુધી નવા સફાઇ કામદારોની કાયમી ભરતી ન કરતા અનેક વખત સફાઇ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. અંતે મનપાની સેનીટેશન કમિટીએ સફાઇ કામદારોની નવી ભરતી કરવા હકારાત્મક વલણ બતાવી દરખાસ્ત જનરલ બોર્ડમાં મંજુરી માટે મુકવામાં આવી છે. આ મુદ્દે સેનીટેશન કમિટીએ જણાવેલ કે, અગાઉ ભરતી થયેલ તેમજ અગાઉ જે સફાઇ કામદારોએ નોકરી માટે અરજી કરેલ હશે તથા હાલમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર કામ કરતા સફાઇ કામદારો પૈકી ક્યા કામદારોને કાયમી લેવા તેઓ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ હવે સફાઇ કામદાર તરીકે ભરતી થવા માંગતા દરેક ઉમેદવારે અરજી કરવાની રહેશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ભરતી પ્રકિયાના ચાર નિયમો હેઠળ નવી ભરતી કરવામાં આવશે. ચાર નિયમો પૈકી એક પણ નિયમ લાગુ પડતો નહીં હોય તો અરજદારને નોકરી મળવા પત્ર નથી. આથી આગામી તા.7 માર્ચના રોજ મળનાર જનરલ બોર્ડમાં નવી ભરતી પ્રકિયા માટેની દરખાસ્ત મંજૂર થયા બાદ બાકીની તમામ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Advertisement

આ નિયમો હેઠળ મળશે નોકરી
(1) અરજદારના માતા-પિતા અથવા દાદા-દાદી સફાઇ કામદાર તરીકે નોકરી કરતા હશે તો જ.
(2) અરજદાર 20 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વસવાટ કરતો હોવો જોઇએ.
(3) પરિવારના કોઇપણ વ્યકિત સરકારી નોકરી ન કરતા હોવા જોઇએ.
(4) ભરતીની સંખ્યા કરતા વધુ અરજી આવશે તો ઉપરના નિયમો અધારિત ડ્રો સીસ્ટમથી અરજદારને નોકરી મળશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement