ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મંત્રીઓને ખાતાની ફાળવણી: Dy.CM હર્ષ સંઘવી પાસે ગૃહ મંત્રાલય યથાવત

12:24 PM Oct 18, 2025 IST | Bhumika
Advertisement

જીતુ વાઘાણીને કૃષિ, અર્જુન મોઢવાડિયાને વન-પર્યાવરણ, કુંવરજી બાવળિયાને શ્રમ રોજગાર અને પ્રદ્યુમન વાઝાને સામાજિક ન્યાય-ઉચ્ચ શિક્ષણના કેબીનેટ મંત્રી બનાવાયા

Advertisement

નવા મંત્રીઓએ વિજય મુહૂર્તમાં કાર્યભાર સંભાળ્યો

રીવાબા જાડેજાને શિક્ષણ, કાંતિ અમૃતિયાને શ્રમ રોજગાર, પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ, કૌશિક વેકરિયાને કાયદો-ન્યાય ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા

ગુજરાત સરકારના નવા મંત્રી મંડળનું વિસ્તરણ થઈ ગયું છે. ભૂપેન્દ્ર સરકારના આ જમ્બો મંત્રી મંડળમાં 26 મંત્રીઓનો સમાવેશ થયો છે. જેમાં નાયબ મુખ્યમંત્રી સહિત આઠ કેબીનેટ કક્ષાના અને ત્રણ રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) તથા 13 રાજ્ય કક્ષાના મંત્રીનો સમાવેશ થાય છે. ગતરોજ જ મંત્રી મંડળના વિસ્તરણ બાદ તરત જ સ્વર્ણિમ સંકુલ-1નાં કેબીનેટ હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રી મંડળની પ્રથમ કેબીનેટ બેઠક મળી હતી. જેમાં તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ડેપ્યુટી સી.એમ.હર્ષ સંઘવીને ગૃહ મંત્રાલય યથાવત રાખવામાં આવ્યું છે તો સંગઠનના અનુભવી અને પાટીદાર આગેવાન જીતુ વાઘાણીને કૃષિ વિભાગના કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

શપથવિધી બાદ મળેલી કેબીનેટની બેઠકમાં તમામ 26 મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. આ મંત્રી મંડળમાં હર્ષ સંઘવીનું કદ વધ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને સાથો સાથ તેમની પાસે જુના મંત્રી મંડળમાં ગૃહ મંત્રાલય હતું તે યથાવત રાખી ફરી તેમને ગૃહ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો રહ્યો હોવાથી આઠ કેબીનેટ મંત્રીમાંથી ચાર મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં જીતુ વાઘાણીને કૃષિ, અર્જુન મોઢવાડિયાને વન પર્યાવરણ, કુંવરજી બાવળીયાને શ્રમ રોજગાર અને ડો.પ્રધ્યુમન વાઝાને ઉચ્ચ શિક્ષણ-સામાજિક ન્યાય વિભાગનાં કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમજ રિવાબા જાડેજાને શિક્ષણ, કાંતિ અમૃતિયાના શ્રમ રોજગાર, પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ, કૌશિક વેકરીયાને કાયદો- ન્યાય ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત રિપીટ કરાયેલા કનુભાઈ દેસાઈને નાણાં, ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગનાં કેબીનેટ મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે. આમ મંત્રી મંડળના વિસ્તરણમાં જે રીતે જ્ઞાતિ સમીકરણ અને વિસ્તારને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે તેવી જ રીતે ખાતાની ફાળવણીમાં પણ આ બધી બાબતોનું ધ્યાન રાખી ફાળવણી કરવામાં આવી છે.

 

મંત્રીઓને ખાતા ફાળવણી 

 

ભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી)
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓનો વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, બંદરો અને મૂડી પ્રોજેક્ટ્સ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનીજ, પોલીસ આવાસ, માહિતી અને પ્રસારણ, તમામ નીતિઓ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા તમામ વિષયો.

હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી)
ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યુરિટી, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, કાયદો, સ્પોર્ટ્સ, ખજખય વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ, સિવિલ એવિએશન

કેબિનેટ મંત્રી:
ઋષિકેશ પટેલ : ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય આવાસ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતો

જીતુ વાઘાણી : કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન

કુંવરજી બાવળિયા : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ

કનુ દેસાઈ : નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ

નરેશ પટેલ : આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગો અને ગ્રામ્ય આવાસ

અર્જુન મોઢવાડિયા : વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી

ડો. પ્રદ્યુમન વાજા : સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ

રમણ સોલંકી : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
ઈશ્વર પટેલ : પાણી પુરવઠા અને જળસંપત્તિ

પ્રફુલ પાનસેરિયા : આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ

મનીષા વકિલ : મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા

રાજ્ય કક્ષાના મંત્રી
પરસોત્તમ સોલંકી : મત્સ્યોદ્યોગ

કાંતિ અમૃતિયા : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર

રમેશ કટારા : કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન

દર્શના વાઘેલા : શહેરી વિકાસ આવાસ

કૌશિક વેકરિયા : કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો

પ્રવીણ માળી : વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, પરિવહન

જયરામ ગામિત : રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠું ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન

ત્રિકમ છાંગા : ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ

કમલેશ પટેલ : નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ

સંજયસિંહ મહિડા : મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ વિકાસ

પુનમચંદ બરંડા : આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો

સ્વરૂૂપજી ઠાકોર : ગ્રામ વિકાસ અને ખાદી ઉદ્યોગ

રિવાબા જાડેજા : પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

 

 

Tags :
Dy.CM Harsh Sanghvigujaratgujarat newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement