મંત્રીઓને સચિવાલયમાં ચેમ્બરની ફાળવણી
ડેપ્યુટી સી.એમ.હર્ષ સંઘવી, સ્વર્ણિમ સંકુલ-1માં બીજા માળે 1 નંબરની ચેમ્બરમાં, કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ બીજા માળે 2 નંબરની ચેમ્બરમાં બેસશે
ગુજરાત સરકારના નવા મંત્રી મંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને તમામ મંત્રીઓએ શપથ લીધા બાદ ગત રોજ જ ખાતાની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. ખાતાની ફાળવણી બાદ આજે ધનતેરસના શુભ દિવસે મોટાભાગના મંત્રીઓએ વિજય મુહૂર્તમાં ચેમ્બરમાં ચાર્જ સંભાળ્યો હતો.
આ મંત્રી મંડળમાં નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે અને સાથે નવ કેબીનેટ અને ત્રણ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં અને 12 રાજ્ય કયાના મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમને હોદા પ્રમાણે સચિવાલયમાં ચેમ્બરની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. જેમાં ડેપ્યુટી સી.એમ.હર્ષ સંઘવીને સ્વર્ણિમ સંકુલ-1માં બીજા માળે 1 નંબરની ચેમ્બર ફાળવવામાં આવી છે તો કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સ્વર્ણિમ સંકુલ-1માં બીજા માળે 2 નંબરની ચેમ્બર ફાળવવામાં આવી છે. આમ તમામ મંત્રીઓને ચેમ્બર ફાળવી દેવામાં આવી છે અને મંત્રીઓએ આજે વિજય મુહૂર્તમાં હોદો સંભાળી ચેમ્બરમાં બેસવાની શરૂઆત કરી દીધી છે.