વૈકલ્પિક જગ્યા ફાળવો: વોર્ડ-4ના 100 પરિવારોનું મનપામાં હલ્લાબોલ
વોડં નં.4માં ટીપી-14ના સાર્વજનિક પ્લોટ અને રોડ-રસ્તામાં કપાતમાં આવતી 100 મિલકતોને નોટિસ અપાતા અસરગ્રસ્તોની મેયરને રજૂઆત
શહેરના ઇસ્ટઝોન વિસ્તારમાં લાલપરી તળાવની આજુબાજુના વોર્ડ નં.4ના વિસ્તારોની ટીપી સ્કીમ નંબર 14 મજૂર થયા બાદ રોડ રસ્તાના કબજા લેવાની તેમજ સાર્વજનીક પ્લોટ ખાલી કરાવાની કાર્યવાહી મનપા દ્વારા હાથ ધરવામાં આવેલ જેમાં આઠ થી વધુ સૂચીત તેમજ કાયદેસર સોસાયટીઓના મકાન કપાતમાં આવતા હોય 100થી વધુ મકાનો તોડી પાડવા નોટિસ આપવામાં આવેલ આથી અસગ્રસ્તોએ નિયમ વિરૂધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાજપના નેતાઓ દ્વારા બેફામ ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવે તે આક્ષેપો સાથ અમને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે ત્યારબાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરાય તેવી રજૂઆત મેયર નયનાબેન પેઢડીયાને કરી હતી.
અસગ્રસ્તોએ જણાવેલ કે અમારી જમીન રાજકોટ મહાનગરપાલિકાની પ્રારંભિક નગર રચના યોજના નં.14 માં આવેલી છે. તે ટી.પી. સ્કીમ કયારે મંજૂર થયેલ છે. તેના જાહેરનામાની નકલ આપવા વિનંતી છે. કારણકે, અમોને આપની ઓફિસ માંથી કે શહેરી વિકાસ વિભાગની વેબ સાઇટ પર થી મળેલ નથી. જે આપવી જરૂૂરી છે. અમારી જમીન 18 મીટર ના ટી.પી.રોડ માં આવે છે તે ક્યાં આધારે જણાવો છો? તેના નકશા કે સર્વે માપણીના પાર્ટ પ્લાન આપેલ નથી. અમારું કાયદેસરનું બાંધકામ છે. ટી.પી.સ્કીમ ફાઇનલ કરતાં ટીપીઓએ ક્યારેય પણ અમોને સાંભળેલ નથી. કે જાણ કરેલ નથી. કે બોલાવેલ નથી. ગુજરાત હાઇકોર્ટના સ્પેસિયલ સિવિલ એપ્લીકેશન નં. 8057/2020ના ગિરધરભાઈ નરશિભાઈ સોનગરા અને 23 વ્યક્તિઓ વિરુધ્ધ રાજકોટ મહાનસ્પાલિકામાં ન્યાયમૂર્તિ મેડમ ના તા. 25-08-2021 ના આપેલ જજમેંટનું આપ સાહેબએ પાલન કરેલ નથી.
જે જજમેંટ માં જણાવેલ છે કે, બાબુભાઇ એન્ડ કંપની વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત (1985-2SCC-732 ) મુજબ સ્થાનિક સત્તામંડળે કુદરતી ન્યાયના સિધ્ધાંતો ધ્યાનમાં રહી ને QUASI-JUDICI પાવર વાપરવા જોઇયે. જેનું અમોને આપેલ નોટિસમાં પાલન કરેલ નથી. તેનો અમલ નહીં કરવામાં આવે તો હાઇકોર્ટના ચુકાદા વિરુધ્ધની કાર્યવાહી ગણવામાં આવશે. અને અમોને નુકસાનીનું વળતર અને સાથોસાથ કાયદા વિરુધ્ધ નીકાર્યવાહી માટે કોર્ટના હુકમનો અનાદર(CONTEMPT) ગણાશે.અને અમારેના છૂટકે કોર્ટના પગથિયાં ચડવા પડશે જેની સમગ્ર જવાબદારી આપની અને આપના તંત્રની રહેશે. જેથી ઉપરોક્ત વિગતો ધ્યાને લઈ અમારો જવાબ નિયત મુદતમાં ગણીને આપેલ નોટિસ પરત ખેચવા વિનંતી છે. આખી ટી.પી. નં.14 માં અમલીકરણ હજુ થયેલ નથી રાજકોટ મહાનગસ્પાલિકાની ઘણી ટી.પી. મંજૂર થઈને અમલમાં છે.
ત્યાં હજુ પણ અમલીકરણની કાર્યવાહી થયેલ નથી. જેથી અમારી જમીનમાં સ્કીમ મંજૂર થયા ને 3 માસના સમયમાં નોટિસ આપી .વૈકલ્પિક જમીન આપવાની વ્યવસ્થા કર્યા વગર જે રીતે તોડી પાડવાની આપના દ્વારા ઉતાવળ કરવા માં આવે છે. તે શંકા ઉપજાવે તેવી છે. આ નોટિસ રૂૂટિનમાં નહીં પણ સિલેક્ટિવ જણાય છે. તેથી નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે.
બાલક હનુમાન ચોકમાં ભાજપના નેતાનું પાંચ માળનું બિલ્ડિંગ
અસગ્રસ્તોએ મેયરને વધુમાં જણાવેલ કે સામાન્ય માણસોના મકાનો તોડવામાં તંત્રને રસ છે. પરંતુ બાલક હનુમાન ચોકમાં ભાજપના નેતાાનું પાંચ માળનું ગેરકાયદેસર બિલ્ડિંગ તૈયાર થઇ ગયુ છે. છતા તેની સામે આજ સુધી પગલા કેમ લેવામાં નથી આવ્યા જો અમને ન્યાય નહીં મળેતો અમે ગાંધીજી ચીંધ્યા માર્ગ જઇ ભૂખ હડતાલ ઉપર ઉતરી આંદોલનનો માર્ગ અપનાવશું તેવી ચીમકી ઉભાળી હતી.