For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SNKમાં પીડિત છાત્રા-માતાને રૂમમાં બે કલાક બેસાડી રાખ્યાના આક્ષેપ

05:29 PM Jan 29, 2025 IST | Bhumika
snkમાં પીડિત છાત્રા માતાને રૂમમાં બે કલાક બેસાડી રાખ્યાના આક્ષેપ

ન્યાય માટે લડત લડતા વિદ્યાર્થી સંગઠનો માટે શાળામાં પ્રવેશબંધી, રજૂઆત કરવા જતા ગેટને તાળા મારી રોકી દેવાતા ઘર્ષણ

Advertisement

પીડિતાના પિતાને પણ પૂછપરછ અને વાત કરવાના બહાને રૂમમાં બેસાડી ફોન બંધ કરાવી દીધો હોવાનો ઈઢજજનો દાવો

યુનિવર્સિટી રોડ ઉપર આકાશવાણી ચોકમાં આવેલ એસએનકે સ્કુલની ધોરણ 6ની વિદ્યાર્થીની સાથે સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા માર મારી એનકેન પ્રકારનું રેગીંગ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના શહેરની ટોક ઓફ ધી ટાઉન બની છે. આ ઘટનાને દબાવવામાં આવતી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ઘટના પ્રકાશમાં આવતા પિડીત વિદ્યાર્થીની અને તેની માતાને પુછપરછના બહાને સ્કુલના રૂમમાં બે કલાક બેસાડી રાખવામાં આવ્યા હતા તેમજ બાદમાં તેના પિતાને પણ વાત કરવાના બહાને સ્કુલમાં બોલાવી તેમને પણ બેસાડી દેવાયા હતા. આ દરમિયાન તેમનો ફોન પણ બંધ કરી દેવામાં આવ્યો હોવાનો દાવો આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement

આ અંગે છાત્ર સંઘર્ષ સમિતિના હોદેદારોએ જણાવ્યું હતું કે આ ઘટના 24 જાન્યુઆરીના રોજ બની હતી. જેમાં એસએનકેમાં ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ધોરણ 11માં અભ્યાસ કરતી છાત્રાઓ દ્વારા રેગીંગ જેવી પ્રવૃતિ કરવામાં આવતી હોય જે અંગે સીવાયએસએસને જાણ થતા તા.25-1-2025ના રોજ પિડીત વિદ્યાર્થીનીના વાલીને સાથે રાખી ભક્તિનગર પોલીસ સ્ટેશને જઇ આ મુદ્દે ચોક્કસ કાર્યવાહી થાય અને પગલા લેવામાં આવે તેવી માંગ સાથે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોઇ કારણોસર આ ઘટનામાં સમાધાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ પોલીસે પણ આ ઘટનાને દબાવી હોવાની ચર્ચા થઇ રહી છે.

વધુમાં છાત્ર સંગઠનના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આ ઘટના અંગે જિલ્લા શિક્ષણાધીકારીને પણ ફરીયાદ કરવામાં આવી હતી. તા.28ના રોજ પીડીત વિદ્યાર્થીની અને તેના વાલીને સાથે રાખીને એસએનકે સ્કુલમાં ન્યાય માટે રજુઆત કરવા ગયા હતા તે દરમિયાન એસએનકેના મેનેજમેન્ટ દ્વારા ગેટને તાળા બંધી કરી રજુઆત માટે રોકી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન પીડીત વિદ્યાર્થીની અને તેની માતાને સ્કુલ દ્વારા અંદર બોલાવવામાં આવ્યા હતા અને એક રૂમમાં બે કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. ઉપરાંત પીડીતાના પિતાને પણ થોડીવાર પછી સ્કુલમાં બોલાવવામાં આવ્યા હતા. આ સમયે પિડીતાના પિતાનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. જે અંગે મેેનેજમેન્ટને રજુઆત કરી ત્રણેય લોકોને બહાર લાવવાની માંગ કરતા ઘર્ષણ થયું હતું.

વધુમાં સીવાયએસએસના વિદ્યાર્થી કાર્યકરોએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના બની તે દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓ પણ ત્યાં રજુઆત માટે આવ્યા હતા અને હલ્લાબોલ કરતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી. વિદ્યાર્થીની અને તેના વાલીને અંદર રૂમમાં લઇ ગયા ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી પરંતુ આ ઘટના અંગે તેઓએ કોઇ પણ જાતના એકશન લીધા હતા નહીં. આ ઘટનામાં પોલીસ અને એસએનકે સ્કુલ દ્વારા ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતુ કે આ ઘટના અંગે વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજુઆત કરવામાં આવે છે ત્યારે સ્કુલ દ્વારા ગેટ બંધ કરી તાળા મારી અને છાત્ર સંગઠનોને પ્રવેશ આપવામાં આવતો નથી. જેના કારણે ઘર્ષણની ઘટના બનો છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

રેગિંગ મામલે NSUIનો SNKમાં હલ્લાબોલ: તાળાં મારતા ગેટ ટપ્યા

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ એસએનકે સ્કુલની ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિની આ સંસ્થાના ધો.11માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા અને તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં આ ઘટના શિક્ષણજગતમાં ઘેરા રોષની લાગણી સાથે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ મામલે છેલ્લા 2 દિવસથી અઇટઙના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા અત્યારે આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સ્કૂલ કેમ્પસ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થિનીને ન્યાયની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો. જોકે અડધો કલાકમાં પોલીસ આવી પહોંચી હતી અને કાર્યકર્તાઓની ટિંગાટોળી કરતા એસએનકે સ્કૂલ હાય હાય અને કિરણ પટેલ હાય હાયના નારા લાગ્યા હતા. એસએનકે સ્કૂલની ધોરણ 6 ની વિદ્યાર્થિનીની પજવણી મામલે આજે ગુજરાત પ્રદેશ એન એસ યુ આઈ ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી ની આગેવાની માં કાર્યકર્તાઓ સૂત્રોચાર સાથે સ્કૂલ કેમ્પસમાં આવી પહોંચ્યા હતા અને ધરણા કર્યા હતા આ દરમિયાન વિદ્યાર્થીને ન્યાયની માંગ કરવામાં આવી હતી આ સાથે જ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે નામાંકિત એસએનકે સ્કૂલમાં વારંવાર વિવાદો થતા રહે છે ત્યારે હવે એક વિદ્યાર્થિનીના રેગિંગની ઘટના સામે આવી છે. જેમાં પોલીસ ફરિયાદ થવી જોઈએ અન્યથા અમે પોલીસ કમિશનરનો ઘેરાવ કરતા પણ અચકાશુ નહીં.

RTE  હેઠળના છાત્રો સાથે ગેરવર્તન: NSUI
આ સ્કૂલમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવે છે તે પણ બંધ થવો જોઈએ જેથી અમે એલાન કરીએ છીએ કે, હવે પછી માત્ર એસએનકે નહીં પરંતુ રાજકોટની એક પણ સ્કૂલમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવશે તો એન એસ યુ આઈ હલ્લાબોલ કરશે.

સ્કૂલે ન્યાયની ખાતરી આપી છે: વાલી
રેગીંગની ઘટના બાબતે પિડીતાના વાલીએ જણાવ્યું હતું કે આ ઘટના શુક્રવારે બની હતી. સીવાયએસએસના વિદ્યાર્થી કાર્યકરોને સાથે રાખી પોલીસ ફરીયાદ કરી હતી. અને સ્કુલને પણ રજુઆત કરતા સ્કુલે અલગ બસની વ્યવસ્થા કરી છે. અને અમને ન્યાય આપવાની ખાતરી આપી છે. આ ઉપરાંત હાલ જે કાંઇ ઘટનાઓ બની રહી છે તે ઘટનામાં મારા પરિવારને કોઇ લેવા દેવા નથી કે અમે સામેલ પણ નથી.

છાત્ર સંગઠનો સાથે પોલીસની બેધારી નીતિ: કાર્યકર્તાઓ
આજે એસએનકેમાં રજુઆત કરવા ગયેલા એનએસયુઆઇના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. જે અંગે એનએસયુઆઇના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થી સંગઠનો સાથે પોલીસ બેધારી નીતિ અપનાવી રહી છે. એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા સ્કુલમાં હલ્લાબોલ કરી અને તોડફોડ કરવામાં આવી હતી. છતાં પણ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી. જયારે આજે અમે રજુઆત કરવા જતા પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement