જિલ્લા પંચાયતના સ્થળાંતર ખર્ચમાં ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્ન ખોટા: પ્રમુખ
રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં થયેલા સ્થળાંતરની કામગીરી અને તેના ખર્ચ પર વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે આ મામલો વિવાદમાં ઘેરાયો છે. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણ બેન રંગાણી તેમજ કારોબારી સમિતિના ચેરમેન પી. જી ક્યાડા, જિલ્લા પંચાયતના એજ્યુકેટીવ એન્જિનિયર સહિતના અધિકારીઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને ટ્રેડરમાં જે જે ખર્ચા થયા તે સમગ્ર ખર્ચની માહિતી આપી વિપક્ષના આક્ષેપો ખોટા ગણાવ્યા હતા.
એક્ઝિક્યુટિવ એન્જિનિયર પટેલ દ્વારા જણાવ્યા મુજબ, સ્થળાંતરનો કુલ ખર્ચ 84 લાખ થયો છે, જેમાંથી 22 લાખના બિલ ચૂકવી દેવામાં આવ્યા છે. બાકીના બિલ યોગ્ય તપાસ બાદ જ મંજૂર કરવામાં આવશે. 72 દિવસના સ્થળાંતર દરમિયાન થયેલા કેટલાક મુખ્ય ખર્ચાઓમા પાણીની વ્યવસ્થા અને ટેરેસ પર પોર્ચનું કામ.પાર્કિંગ માટે પટ્ટા લગાવવા અને શ્વાન માટે વ્યવસ્થા કરવી.વૃક્ષોનું રિપ્લાન્ટેશન, ગોડાઉન બનાવવું, અને ફ્રીઝ રિપેરિંગ.નવા છઘ પ્લાન્ટ (રૂ. 14,000), બારી-દરવાજાનું રિપેરિંગ (કુલ રૂ. 4.82 લાખ) પાણીનો ટાંકો, બોર લાઈન, અને એલ્યુમિનિયમ સેક્શન (રૂ. 6.55 લાખ) કલરકામ, પડદા, ફર્નિચર, બાંકડા અને CCTV કેમેરાનો ખર્ચ તેમજ રૂ. 12 લાખનો પરચુરણ ખર્ચ વિગેરેનો સમાવેશ થાય છે.
વિપક્ષના નેતા મનસુખભાઈ સાકરિયાએ આ ખર્ચમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો છે. તેમણે માંગ કરી છે કે આ સમગ્ર મામલાની તપાસ માટે એક કમિટીની રચના થવી જોઈએ જેમાં વિપક્ષના સભ્યોને પણ સામેલ કરવામાં આવે. જે પણ ભ્રષ્ટાચારમા સામેલ હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.