રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મેળવશે ઓનલાઇન પ્રમાણપત્ર

05:20 PM Mar 01, 2024 IST | Bhumika
Advertisement

કેમ્પસ સુધીનો ધક્કો બચ્યો : ઓનલાઇન સુવિધા શરૂ કરનાર પ્રથમ સંસ્થા બની : NEP અંતર્ગત નિર્ણય

Advertisement

 

રાષ્ટ્રીય શિક્ષણનીશિ 2020નો એક મહત્વનુ પાસુ શિક્ષણમા ડિજીટલીકરણનો છે. આધશુનક દુનિયાના પ્રવાહ સાથે કદમ મેળવવામા ખબૂ જ અગત્યની ભશૂમકા ભજવી શકે તેમ છે. જેને લઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલમાં પણ થઇ ચુક્યો છે આ સુવિધાથી વિદ્યાર્થીઓના સમયમાં અને નાણામાં પણ મોટા પાયે બચાવ થશે. અત્યાર સુધી કોઈપણ સર્ટીફેકેટ અને માર્કશીટ લેવા માટે વિધાર્થીઓએ યુનિવર્સીટી સુધી લાબું થવું પડતું હતું જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરીક્ષા વિભાગે વિધાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વિધાર્થીઓને એક જ ક્લિક પર માર્કશીટ-ગ્રેડશીટ અને પ્રોવિઝનલ સર્ટિફિકેટ મળી જશે. વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર જઈને પોતાનું લોગઈન કરી ગ્રેડશીટ-માર્કશીટ અને પ્રોવિઝનલ સહિતના તમામ સર્ટિફિકેટો એક ક્લિક કરી મેળવી શકશે. આ ઉપરાંત પોતાના લોગઈન પરથી પણ વિદ્યાર્થીને કોઇપણ સમયે જરૂૂર પડે તો પોતાના તમામ સર્ટિફિકેટો ડાઉનલોડ કરી શકશે.

આ માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં રૂૂબરૂૂ આવવું નહીં પડે. ખાસ તો આ સિસ્ટમથી વિધાર્થીઓના ગ્રેડ, ટકાવારી બધું એક જ જગ્યાએ અપલોડ થઇ જશે અને જે તે વિષયનું પરિણામનું નોટિફિકેશન પણ આવી જશે. અત્યાર સુધી માત્ર એમ એસ યુનિવર્સીટી કે જે વિધાર્થીઓને આ પ્રકારની સુવિધા આપતી હતી પરંતુ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તેનાથી એક સ્ટેપ આગળ માર્કશીટ સાથે ગ્રેડશીટ પણ આપશે. એનઇપી 2020, શાળા અને ઉચ્ચ શિક્ષણ બંને સ્તરે ભારતની ડિજિટલ અને ઓનલાઇન શિક્ષણ પ્રણાલીની સંભાળ રાખવા સમર્પિત એકમની હાકલ કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી એવી સુવિધાઓ સુંદર રીતે શરૂૂ કરવા બદલ કુલપતિ પ્રો.નીલાંબરી દવેએ પરીક્ષા નિયામક નિલેશ સોનીને અભિનંદન પાઠવ્યા હતા.

નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા વિધાર્થીલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિધાર્થીઓ હવે મોબાઈલ એપ દ્વારા તેમના લોગીનમાં જ સેક્ધડ ભરમાં ગ્રેડશીટ-માર્કશીટ અને પ્રોવિઝનલ મેળવી શકશે. જે તે સત્રના કોઈપણ સર્ટિફિકેટ કોઈપણ ખૂણેથી એક જ ક્લિકમાં મળી જશે. આ ઉપરાંત પરિણામ જાહેરથવાનું નોટિફિકેશન પણ વિધાર્થીઓંને તરીકે મુજબ મળી જશે. અત્યાર સુધી વિધાર્થીઓને યુનિવર્સીટી સુધી લાબું થવું પડતું હતું જો કે હવે આ સીસ્ટ્મનો અમલ થઇ જતા હવે વિધાર્થીઓના ધક્કા પણ બંધ થઇ જશે તેમ સૌરાષ્ટ્ર યુનુવર્સીટીનાં પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ નઅબતકથ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssaurashtra university
Advertisement
Next Article
Advertisement