રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરીને ફરજ પર જોડાયા

12:42 PM Feb 17, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર સમગ્ર રાજ્ય ભરમાં ફરજ બજાવતા પંચાયતી કર્મચારીઓના જુદા જુદા પ્રશ્નોને લઈ ને ગયા બુધવારથી વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમોનો પ્રારંભ કરાયો છે, જેના ભાગરૂૂપે આજે જામનગરની જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરીને પોતાની ફરજ પર જોડાયા છે. કર્મચારી મંડળના સભ્યો દ્વારા પોતાની જુદી જુદી ચાર જેટલી માંગણીઓ જેમાં 1.4.2004 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવા બાબત, તેમજ કેન્દ્ર સરકારના ધોરણે પીએફમાં 10 ટકા ના બદલે સરકારનો ફાળો 14 ટકા કરવા, તથા કેન્દ્રના કારણે ડી.એ.ના સ્લેબ માં વધારો કરવા, ઉપરાંત કેન્દ્રના કારણે અન્ય ભથ્થાઓ સાતમાં પગાર પંચ મુજબ આપવા ની વિવિધ માંગણીઓ સાથે લડત ચલાવવામાં આવી રહી છે. જે પ્રશ્નોનું આજ સુધી નિરાકરણ આવ્યું ન હોવાથી આજે ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર વિરોધ કરાયો છે. ગયા બુધવારથી શરુ કરાયેલા આંદોલન ના પગલે આજે 16 ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યના કર્મચારીઓ કાળા કપડા ધારણ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે જેમાં જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓએ પણ કાળા વસ્ત્રો પહેરીને ફરજ પર હાજર રહી પોતાનો વિરોધ દર્શાવ્યો છે, અને મુખ્યમંત્રીને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આગામી તારીખ 23 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે બપોરે 12.00 વાગ્યા થી 3.00 વાગ્યા સુધી ધરણાંનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.

Advertisement

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement