તળાજાના યુવાનના ખૂન કેસના પાંચેય આરોપીઓ ઝડપાયા
પોલીસે આરોપીઓને સાથે રાખી રિક્ધસ્ટ્રકશન કરતા ટોળાં વળ્યાં
ભાવનગર જિલ્લાના તળાજાની મહુવા ચોકડીપર કરીયાણાના વેપારી યુવક પર હુમલો કરી શરીરના ભાગે આડેધડ માર મારવાના બનાવ ને લઈ ત્રીજા દિવસે યુવકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો.જેને લઈ પોલીસે તમામ હત્યારાઓની અટકાયત કરી લીધીછે.સરકારી વકીલના અભિપ્રાય મુજબ મરણ જનાર પોતાએ જ પોતાના પર હુમલો કરનાર ના નામ પોલીસ ફરીયાદ મા નોંધાવ્યા હોય તે કોર્ટમા ખૂબ મજબૂત પુરાવો માનીશકાય.
તળાજાના દિનદયાળ નગર વિસ્તારમા રહેતા રવિ દિલુભાઈ મકવાણા ઉપર ખૂંનસ ભર્યો કરવામાં આવેલ હુમલાને લઈ સારવાર ના ત્રીજા દિવસે રવિ મકવાણા નું મૃત્યુ નિપજતા બનાવ હત્યામા પરિણમ્યો. જેને લઈ પોલીસે બે બાળ આરોપીઓ તથા અન્ય પાંચ આરોપીઓ ઈમ્તિયાઝ ઉર્ફે શાકાલ,તેનો ભાઈ સાકીર મહંમદભાઈ પઠાણ,પિતરાઈ ભાઈ સમીર કાળુભાઇ લીંબુવાળા,ફૈઝલ ઉર્ફે બતક ફિરોઝભાઈ,સૂરજ સુરેન્દ્ર ચૌધરી ની તળાજા પોલીસે ધરપકડ કરીલીધી છે.
આજે સાંજે આરોપીઓને સાથે રાખી આઇપીએસ અંશુલ જૈન,પો.ઇ.ગોર,તપાસનિશ પો.ઇ સી.એચ.મકવાણા એ પોલીસના મોટા કાફલા ને સાથે રાખી ઘટના સ્થળ વિસ્તારનું રીકંટ્રકશન પંચનામું કરેલ.એ ઉપરાંત આરોપીઓના ઘરેપણ તપાસ સર્ચ કરેલ. જેને લઈ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.આરોપીના ઘરેથી તીક્ષ્ણ અને બોથડ હથિયારો પોલીસે શોધી કાઢ્યા હતા.
ઇન્વેસ્ટિગેશન અધિકારી એ જણાવ્યું હતુ કે ગુન્હાના કામે વાપરવામા આવેલ હથિયારો સહિતની વસ્તુઓ પુરાવા માટે કબ્જે લેવાની બાકીછે.અન્ય કોઈ આરોપીઓ સામેલ છેકે કેમ તે બાબતે તપાસ ચાલી રહીછે.કાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે.
ફરિયાદી એ અંતિમ શ્વાસ લેતા પહેલા પોલીસ ને સાતેય આરોપીઓના નામ જોગ ફરિયાદ આપેલ હોય તે અનુસંધાને સેશન કોર્ટના પબ્લિક પ્રોસિકયૂટર એ જણાવ્યું હતુ કે આ મરણોત્તર નિવેદન કહેવાય. પુરાવા રૂૂપે મજબૂત કહી શકાય.કોઈ હોસ્ટાઈલ થઈ જાય તો પણ મરણોત્તર નિવેદન મજબૂત પુરાવા તરીકે માનીશકાય ખરા.