વિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયન
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે
ગઈકાલે અમદાવાદ ખાતે ઘટેલ અત્યંત દુ:ખદ વિમાન દુર્ઘટનામાં હતભાગી થયેલ દિવંગત આત્માઓ તેમજ ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર સ્વ. વિજયભાઈ રૂૂપાણીને વિશેષ શ્રધ્ધાંજલી આપવા રાજકોટ જીલ્લાની તમામ સ્વનિર્ભર શાળાઓમાં અનધ્યયન રાખવાની જાહેરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા અને મહામંત્રી પરિમલ પરડવાની અખબારી યાદી દ્વારા કરવામાં આવી છે. આવતીકાલ તા. 14/6/2025. શનિવાર ના રોજ શાળાઓમાં અનધ્યન રાખી શ્રધ્ધાંજલી પાઠવવા અનુરોધ કરાયો છે.આ સંદર્ભે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ભરતભાઇ ગાજીપરા, જતીનભાઇ ભરાડ, અજયભાઇ પટેલ તેમજ રાજકોટ મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, પરીમલ પરડવા સહિતના હોદેદારો દ્વારા તમામ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યોને તેમની શાળામાં અનધ્યયન રાખી શ્રદ્ધાંજલી પાઠવવા આહવાન કરવામાં આવે છે. તેમજ જીલ્લાની ગ્રાન્ટેડ શાળાઓને પણ આ બાબતે જોડાવા અને અનધ્યયન રાખવા અનુરોધ કરવામાં આવે છે. પરમકૃપાળુ પરમાત્મા તમામ દિવંગતો તેમજ સ્વ. વિજયભાઇ રુપાણીના પરિવારજનો પર આવી પડેલ દુ:ખ ને સહન કરવાની શકિત આપે તેજ અભ્યર્થના...