રાજકોટ આવતી ઇન્ડિગોની તમામ ફલાઇટો રદ, સતત ત્રીજા દિવસે દેકારો
ઇન્ડિગોની હવાઈ સેવા છેલ્લા ચાર દિવસથી ખોરવાઈ જતા ઈન્ડીગો એરલાઇન્સમાં મુસાફરી કરનાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ હીરાસર એરપોર્ટથી ઉડાન ભરતી દિલ્હી,મુંબઈ,હૈદરાબાદ અને ગોવાની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. તેમજ સુરત અને અમદાવાદ ઉપર થી ઉડાન ભરતી ઈન્ડીગોની ફ્લાઈટ પણ રદ કરવામ આવી હોય મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો.
છેલ્લા ચાર દિવસથી ઇન્ડિગો હવાઈ સેવા ખોરવાઈ છે અનેક ફ્લાઈટ રદ કરવામાં આવી છે તો કેટલીક ફ્લાઈટ મોડી ઉડાન ભરી રહી છે આ મામલે ઈન્ડીગો દ્વારા હવાઈ સેવાને સંપૂર્ણપણે પુન:સ્થાપિત કરવા અને સંચાલનને સ્થિર કરવા માટે કામ કરી હોવાનું જણાવ્યું છે. તેમ છતાં આગામી થોડા સમયમાં પરિસ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે. ઇન્ડીગો દ્વારા એરપોર્ટ સંચાલકો અને એર ટ્રાફિક કંટ્રોલની ટીમ સાથે સંકલન કરી સિસ્ટમને ફરીથી સંપૂર્ણપણે પુન:સ્થાપિત કરવા કામ કરી રહી છે. આશા છે કે આગામી થોડા સમયમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરતી ઈન્ડીગોની તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેના કારણે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને ગોવા જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણા મુસાફરોએ ફરિયાદ કરી હતી. રાજકોટના હીરાસર એરપોર્ટ ઉપરથી ઉડાન ભરતી ઈન્ડીગોની હવાઈ સેવા સતત ત્રીજા દિવસે ખોરવાઈ છે.