કાશ્મીર હુમલાના પગલે ગુજરાત સરકારના તમામ કાર્યક્રમો રદ
કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ કાર્યક્રમો રદ્દ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજના દિવસે કોઇ પણ રાજકીય કાર્યક્રમ નહી થાય. મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ, હર્ષ સંઘવી સહિતનાં મંત્રીમંડળના તમામ મંત્રી અને ધારાસભ્યોએ કાર્યક્રમો રદ્દ કર્યા છે. આ ઉપરાંત ભાજપ દ્વારા પણ પોતાનાં તમામ કાર્યક્રમો રદ્દ રાખવામાં આવ્યા હોવાની જાહેરાત કરી છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે પાટણની મુલાકાત લેવાનાં હતા. ત્યાં તેઓ પાકિસ્તાની હિંદુઓ પૈકી કેટલાક લોકોને ભારતીય નાગરિકતા આપવાના હતા. આ ઉપરાંત તેમના અનેક કાર્યક્રમ હતા તે તમામ રદ્દ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં મૃતકોને શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી.
કેબિનેટ બેઠકમાં મૃતકોને શ્રદ્ધાંજલી અપાઇ હતી. કેબિનેટ દ્વારા સમગ્ર ઘટનાને વખોડવામાં આવી હતી.
મોરારી બાપુએ માનસ શ્રીનગર નામની પોતાની કથાને 5 માં દિવસે જ સમાપન કર્યું હતું. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ પોતાની કથા અહીં જ પુર્ણ થઇ રહી છે તેવી જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 3 મૃતકો પૈકી 2 પિતા પુત્ર મોરારી બાપુની કથામાં જ ભાગ લેવા માટે કાશ્મીર ગયા હતા.