For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

8 વર્ષ જૂના કોમર્સિયલ વાહનો સ્ક્રેપ કરવામાં આવે તો તમામ લેણાં માફ

03:54 PM Apr 26, 2025 IST | Bhumika
8 વર્ષ જૂના કોમર્સિયલ વાહનો સ્ક્રેપ કરવામાં આવે તો તમામ લેણાં માફ

રાજ્ય સરકાર વિશેષ પોલિસી ગુજરાત સ્થાપના દિને જાહેર કરે તેવા સંકેતો

Advertisement

રાજ્ય સરકાર દ્રારા વાહનો ફરજિયાત 15 વર્ષે સ્ક્રેપ કરવા માટે ખાસ પોલિસી જાહેર કરવામાં આવી છે પરંતુ કોમર્શિયલ જુના વાહનો સ્ક્રેપ કરવા માટે સરકારે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. હવે 8 વર્ષ જુના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવવામાં આવે તો તે વાહન માલિકને વિવિધ બાકી લેણામાંથી મુકિત આપવામાં આવશે. આ માટે રાજ્યમાં પાંચ ખાસ સ્ક્રેપ સેન્ટરો કાર્યરત છે. આ અંગેની વિશેષ પોલિસી આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્રારા જાહેર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.

રાજ્યમાં જુના કોમર્શીયલ વાહનોને સ્ક્રેપ કરવા માટે સરકારે ખૂબ મોટો નિર્ણય લીધો છે જેમાં આઠ વર્ષ જુના કોમર્શીયલ વાહનોને વાહન માલિક સ્ક્રેપ કરાવવા ઈચ્છે તો વાહન પર રહેલા ટેકસ અને ચલણના બાકી લેણા માફ કરી આપવામાં આવશે. આ નિર્ણયની અમલવારી ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1મેથી કરવામાં આવે તેવી શક્યતા છે અને તે અંગે તુર્તમાં જ જાહેરાત થવાની સંભાવના છે.

Advertisement

રાજ્યમાં ઉધોગો તેમજ બંદરના કારણે કોમર્શીયલ વાહનોનું પરિવહન વધારે છે જુના વાહનો માર્ગો પર દોડતા હોય તેનાથી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.આ ઉપરાંત અગાઉ સરકાર દ્રારા સ્ક્રેપ પોલિસી લાગુ કરવામાં આવશે. જેમાં સરકારી વાહનો ફરજીયાત 15 વર્ષે સ્ક્રેપ કરાવવા સૂચના અપાઈ છે ત્યારે હવે કોમર્શિયલ વાહનો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે.

હાલમાં કોઈ પોતાના બસ, ટ્રક કે ડમ્પરનું આયુષ્ય જોઈ સ્ક્રેપ કરાવવા ઇચ્છે તો ટેકસ, ચલણ સહિતના લેણા કિલયર કરાવવા પડે છે જેથી વાહનની ભંગાર કિંમત કરતા બમણી 2કમ તો લેણા ચુકવવામાં થઈ જાય છે ત્યારે 1 મે 2025 થી ગુજરાતમાં લાગુ થનાર આ નવી સ્ક્રેપ પોલિસીમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વાહનની રજિસ્ટ્રેશન તારીખથી આઠ વર્ષ થયાં હશે અને માલિક તેને સ્ક્રેપ કરાવવા ઈચ્છે તો તેના રિકરિંગ વેરા,ઓનલાઇન ચલણ સહિતના આરટીઓના લેણા માફ થશે.

આ બાબતે આગામી દિવસોમાં વિભાગ દ્રારા સતાવાર જાહેરાત કરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યમાં વિવિધ સ્થળોએથી જુના કોમર્શીયલ વાહનો સ્ક્રેપમાં જતા નવા વાહનોની પણ ખરીદી થવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. રાજ્યમાં સરકાર માન્ય કુલ 5 વાહન સ્ક્રેપ સેન્ટર કાર્યરત છે. સરકાર માન્ય કુલ 5 વાહન સ્ક્રેપ જેમાં 2 ખેડા તેમજ બાકીના અમદાવાદ, સુરત અને ભાવનગર અલગં રોડ પર આવેલા છે.કચ્છ રાયનો સૌથી વિશાળ તેમજ સૌથી વધારે ટ્રાન્સપોર્ટ વાહનો ધરાવતો જિલ્લો છે ત્યાં એક પણ સ્ક્રેપ સેન્ટર નથી.

ખખડધજ થયેલા કોમર્શિયલ વાહનોના કારણે રોડ અકસ્માતના બનાવો વધારે પ્રમાણમાં બને છે તેવા સંજોગોમાં રાયમાં આવા વાહનો કેવી રીતે હટાવવા એને લઈને વિચારણા હાથ ધરવામાં આવી હતી જેમાં આ કોમર્શિયલ વાહનોને સ્ક્રેપ કરવામા આવે તો નવા કોમર્શિયલ વાહનોને પ્રોત્સાહન પણ મળી શકે તેમ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement