પ્લેન ક્રેશની દુર્ઘટનાના પગલે કોંગ્રેસના તમામ કાર્યક્રમો અઠવાડિયા માટે સ્થગિત
મૃતકોને ભાવભરી શ્રધ્ધાંજલી પાઠવી: રાજકોટના વિકાસમાં વિજય રૂપાણીનું યોગદાન મહત્વનું: અતુલ રાજાણી
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે બનેલી ગુજરાત આખા માટે કાયમી કલંકિત અને ગોઝારી દુર્ઘટના માં મૃત્યુ પામેલા દરેક યાત્રીઓ અને મેડિકલના છાત્રો અને તબીબોના પરિવારો માટે ક્યારેય પુરીનો શકાય એવી ખોટ પડી છે દરેક પરિવારોએ ગુમાવેલા સ્વજનોના દુ:ખમાં રાજકોટ શહેર કોંગ્રેસ સહભાગી છે.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણી અને દરેક હતભાગીના કરુણ મૃત્યુ ના આઘાત માં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ 1 વીક માટે તમામ રાજકીય કાર્યક્રમો રદ કરે છે અને તમામ પરિવારોને આ દુ:ખની ઘડીમાં સાંત્વના પાઠવે છે.
ઈશ્વર ઈચ્છા અને કુદરતના ક્રમ સામે માનવ લાચાર છે જ એવું માની ઈશ્વર ઈચ્છાને શિરે ચડાવીએ છીએ.રાજકોટના વિકાસમાં વિજયભાઈ રૂૂપાણીનું યોગદાન ક્યારે નહીં ભૂલી શકાય પૂર્વ મુખ્યમંત્રીના નિધનને પગલે વિપક્ષે શોક ઠરાવ પસાર કર્યો એક વીક માટે કોઈ કાર્યક્રમ નહીં યોજે વિજયભાઈ રૂૂપાણીની અણધારી વિદાય ક્યારેય ભૂલી શકાય તેમ નથી તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું .રાજકોટના વિકાસમાં વિજયભાઇ રૂૂપાણીનું યોગદાન મહત્વનું છે અને તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. સરળ, સહદય અને નિખાલસ સ્વભાવના કોમનમેન વિજયભાઈ અવેલેબલ, ઈઝીલી એપ્રોચેબલનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક કર્યું હતું. ચીફ મિનિસ્ટર નહીં પરંતુ સીએમ એટલે કોમન મેન જેવું જ જીવન વિજયભાઈ જીવતા હતા કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે તેમને મળી શકતા હતા વિજયભાઈ રૂૂપાણીના નિધનથી રાજકોટ ગુજરાતની સમગ્ર જનતાએ જાહેર જીવન અને દેશને એક લોકનેતાની ખોટ પડી છે.
રાજકોટના મેયર તરીકે તેમજ મહાનગરપાલિકાના અણ ઉકેલ પ્રશ્નોથી પુરા વાકેફ વિજયભાઈની ખોટ રાજકોટ ને કાયમ રહેશે. વિજય ભાઈ એઇમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવુ બસ પોર્ટ, નવી જીઆઇડીસી, અટલ સરોવર સહિતના અનેક વિકાસ કાર્યોમાં વિજયભાઈનો સિંહ ફાળો રહ્યો છે. વિપક્ષને અને વિપક્ષ સભ્યોને પણ માન સન્માન આપતા હતા અને મજબૂત લોકશાહી માટે વિપક્ષ જરૂૂરી છે તેવું હંમેશાં કહેતા હતા. દરેક સદગત આત્માઓને ઈશ્વર શાંતિ આપે અને પ્રભુ શરણમાં વાસ આપે એવી પ્રાર્થના કરીએ છીએ....