For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વોર્ડ ઓફિસોમાં ચાલુ કરેલ આધાર કાર્ડની તમામ સેવા વધુ એક વોર્ડમાં ઠપ્પ

04:49 PM Jun 10, 2025 IST | Bhumika
વોર્ડ ઓફિસોમાં ચાલુ કરેલ આધાર કાર્ડની તમામ સેવા વધુ એક વોર્ડમાં ઠપ્પ

મહાનગરપાલિકાની ઈમરજન્સી જેવી આધારકાર્ડની કામગીરીમાં અરજદારોને પરેશાની થતી હોય થોડા સમય પહેલા વોર્ડવાઈઝ તમામ સેવાઓ ચાલુ કરવામાં આવી છે. પરંતુ ઉતાવળમાં કામ શરૂ કરાતા હવે ટેક્નિકલ કારણ આગળ ધરી એકપછી એક વોર્ડની સેવાઓ બંધ કરવામાં આવી રહી છે. અગાઉ બે વોર્ડ ખાતે આધારકાર્ડની કામગીરી બંધ કરાયા બાદ આજે વોર્ડ નં. 12માં આધારકાર્ડની તમામ કામગીરી બંધ કરાતા અરજદારોમાં રોષ વ્યાપી ગયો છે.

Advertisement

યુ.આઈ.ડી આધાર કેન્દ્રની કામગીરીનું વિકેન્દ્રિકરણ કરતા તા.01/04/2025થી રાજકોટ મહાનગરપાલિકાના કુલ 1 થી 18 ની વોર્ડ ઓફિસો ખાતે આધાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલ છે, આ વોર્ડ ઓફિસ ખાતેના આધાર કેન્દ્રો પૈકી વોર્ડ નંબર-12(મવડી ચોકડી, રાજકોટ) ખાતેની કીટમાં યાંત્રિક ક્ષતી સર્જાતા આધાર કીટ કામચલાઉ ધોરણે બંધ થયેલ છે.

સબબ આ વોર્ડ ખાતેની આધાર કેન્દ્રની કામગીરી કીટ પુન: કાર્યરત થાય ત્યાં સુધીના સમય માટે બંધ રહેશે, જેની જાહેર જનતાને નોંધ લેવા અનુરોધ કરવામાં આવે છે, નાગરિકોને આધારની કામગીરી માટે નજીકની વોર્ડ ઓફિસ નંબર-11-નાનામવા સર્કલ-મલ્ટી એક્ટિવિટી સેન્ટરની બાજુમાં તેમજ લગત ઝોન ઓફીસ-હરિસિંહજી ગોહિલ(પશ્ચિમ ઝોન) વિભાગીય કચેરી-150 ફૂટ રીંગ રોડ-પાસે આધારની કામગીરી અર્થે મુલાકાત લેવા આથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.

Advertisement

અત્યાર સુધી મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ કચેરીખાતે આધારકાર્ડની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ અવાર નવાર સર્વર ડાઉન તેમજ ત્યાંત્રીક ક્ષતિ અંતર્ગત કાર્યવાહી બંધ થઈ જવાની અવાર નવાર ઘટનાઓ બનતા અરજદારોને દૂર દૂરથી ધક્કા ખાવા પડતા હતાં જેના લીધે વોર્ડવાઈઝ આધારકાર્ડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં પણ ધાંધિયાઓ શરૂ થતાં અરજદારોએ ના છૂટકે અન્ય વોર્ડ ઓફિસ અથવા ફરી વખત ઝોનલ કચેરી ખાતે ધક્કા શરૂ થઈ ગયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement