વડિયાની સિટી સરવે ઓફિસમાં એક મહિનાથી અલીગઢી તાળાં?!
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા મામલતદાર કચેરી ખાતે ઉપરના માળે સીટી સર્વેની કચેરી આવેલી છે જેમા સીટી સર્વે નીચે આવતા ગામડાઓ ની મિલકત બાબતે ની કામગીરી કરવામાં આવે છે આ માટે કર્મચારી ની ઘટ હોવાથી કાયમી સ્ટાફ અહીં ફાળવેલ નથી પરંતુ અઠવાડિયા માં એક દિવસ દર મંગળવારે ફરજ પરના કર્મચારી અહીં પોતાની નિયત કરેલી કામગીરી માટે ઓફિસ સમયે આવે છે.
હાલ છેલ્લા પાંચ મંગળવાર થી આ કચેરીમાં કોઈ કર્મચારી આવ્યા ના હોવાથી શહેરો અને ગામડાઓમાંથી આ કચેરીના કામકાજ માટે વડિયા આવતા અરજદારો ધરમ ના ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે.
આ બાબતે આ કચેરીના કર્મચારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમના જણાવ્યા અનુસાર તેમને અન્ય કામગીરી માં રોકેલ હોવાથી આ કામગીરી માટે સમય ફાળવી શકાય એમ નથી ત્યારે સરકાર દ્વારા કર્મચારીઓની ખુબ મોટી ઘટ ધરાવતા વિભાગો ના કર્મચારીઓને અન્ય કામગીરી સોંપતા હાલ વડિયા સીટી સર્વે ઓફિસ માં અલીગઢી તાળા એક માસ થી પણ વધારે સમયથી જોવા મળી રહ્યા છે અને લોકો હેરાન થતા જોવા મળી રહ્યા છે ત્યારે આ કચેરીમાં કાયમી સ્ટાફની નિમણૂક કરવામાં આવે તેવી લોકોની માંગણી જોવા મળી રહી છે.