અખાત્રીજ: ગરમી-ભાવની અસરથી સોની બજારમાં ટાઢોડું
ગત વર્ષ કરતા ખરીદીમાં 70 ટકાનો ઘટાડો, અખાત્રીજનું મુહૂર્ત સાચવવા માત્ર પરચુરણ ખરીદીથી સોની બજારમાં નિરાશા
ભારતીય સંસ્કૃતિ મુજબ આજે અખાત્રીજ છે અને આજના દિવસને પવિત્ર ગણવામાં આવેછે. અખાત્રીજના વર્ણ જોયા મુહુર્તમાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે. પરંતુ હાલ રાજકોટમાં ગરમીનો પારો 46 ડિગ્રીનેઆંબી ગયો છે. અને ભાવ પણ આસમાને પોંચ્યો હોવાથી તેની અસર બજારમાં જોવા મળી રહી છે. જેમાં માત્ર 30 ટકા જેટલી જ ખરીદી બજારમાં દેખાઈ રહી છે. માત્ર મુહુર્ત સાચવવા પરચુરણ ખરીદી હોય સોની બજારમાં ટાઢોડાથી નિરાશા જોવા મળી રહી ચે.
ભારતીય બજારમાં સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ ઓલટાઇમ હાઇ છે અને એમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાની અંદર સોનાના ભાવમાં 8000થી વધુ અને છેલ્લા એક સપ્તાહમાં 2200થી વધુના વધારા સાથે સોનાનો ભાવ રૂૂપિયા 99000ને પાર પહોંચી ગયો છે. વેપારીઓ તો એમ પણ કહી રહ્યા છે કે, હવે એ દિવસ દુર નથી કે સોનાનો ભાવ છ આંકડા એટલે કે, 1 લાખની સપાટીએ વટાવશે.
સોનામાં આગ ઝરતી તેજીને લીધે રાજકોટની સોની બજારમાં લગ્નસરાની સીઝન સમયે પણ વ્યાપક મંદી જોવા મળી રહી છે. ઓલ ટાઈમ હાઇ ભાવમાં રાજકોટની સોની બજારમાં ખરીદી માત્ર 30% જ જોવા મળી રહી છે. એટલે કે, 70% મંદીનો માર વેપારીઓ વેઠી રહ્યા છે. 1951માં રૂૂ.98માં મળતું સોનુ આજે 2025માં 99,000ને પાર પહોંચ્યું છે. ગુજરાતમાં ખાસ લગ્ન પ્રસંગ સહિત સામાજિક પ્રસંગોમાં આભૂષણ આપવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. માટે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સોનાનું માર્કેટ ખુબ જ મોટું છે. હાલમાં લગ્ન સરાની સીઝન ચાલી રહી છે, તેમ છતાં રાજકોટની સોની બજારમાં ઘરાકી જોવા મળી રહી નથી.
સોની બજારના ઝવેરીઓએ જણાવ્યું હતું કે, આ સમયમાં પણ એક વર્ગ ેવો છે કે જે ગુણવત્તામાં બાંધછોડ કરતો નથી. રોકાણની દ્રષ્ટિએ સોનાની મુહુર્તવેતી ખરીદી માટે સારા વળતરની આશાએ સોનાની ખરીદી કરી રહ્યા છે. જ્યારે મધ્યમ વર્ગના લોકો સોનાના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે. ઉપરાંત લગ્નગાળા હોવાતી લાઈટ વેટ ઘરેણા ખરીદી રહ્યા છે.
રોકાણની દ્રષ્ટિએ જરૂરિયાત પૂરતી ખરીદી : ભાયાભાઈ
રાજકોટ ગોલ્ડ ડીલર એસોસીએશનના પ્રમુખ ભાયાભાઈ સોહલિયાએ જણાવ્યું હતું કે, આજે સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે. સામાન્ય લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે અખાત્રીજ હોવાથી પણ નહીવત ખરીદી જોવા મલી રહી છે. રોકાણની દ્રષ્ટિએ લોકો મર્યાદિત અને જરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા છે.
માત્ર ટ્રાન્જેક્શન દેખાય છે પણ એ મુજબ આવક નથી જોવા મળતી
રાજકોટના પ્રેમજી વાલજી જવેલર્સના હરેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, અખાત્રીજે જે મુજબ ખરીદી હોય તેવો માહોલ જોવા નથી મલી રહ્યો પરચુરણ ખરીદી ચે માત્ર ટ્રાન્જેક્શન દેખાઈ પરંતુ તેવી આવક જોવા મળતી નથી. ભાવ અને ગરમીના કારણે લોકો પાછી પાની કરી રહ્યા છે. આગામી દિવસોમાં ખરીદી નિકળી શકે છે.