એરપોર્ટ આજથી પુન: ખુલ્યું, મુંબઈની ફ્લાઈટ આવશે
11:58 AM May 13, 2025 IST
|
Bhumika
Advertisement
વર્તમાન ઊભી થયેલી સ્થિતિ વચ્ચે જામનગરનું એરપોર્ટ બંધ કરાયું હતું, જેને આજ થી પુન: ખુલ્લુ મૂકવામાં આવ્યું છે, જો કે મુંબઈ થી જામનગર આવનારી ફ્લાઈટ આવી ન હતી.પરંતુ આજ થી ફલાઇટ આવશે, તેમ માનવામાં આવી રહ્યું છે.
Advertisement
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિના કારણે દેશમાં કેટલાક એરપોર્ટ મુસાફરી વિમાન માટે બંધ કરવામાં આવ્યા હતાં, જેમાં જામનગર નો પણ સમાવેશ થાય છે. પરંતુ પરિસ્થિતિમાં સુધારો થતા આજ થી અનેક એરપોર્ટ ને પુન: ખોલી નાખવામાં આવ્યા છે. જેમાં જામનગર એરપોર્ટ નો પણ સમાવેશ થાય છે. જામનગર ના એરપોર્ટ ડાયરેક્ટર ના જણાવ્યા મુજબ આજ થી જામનગરનું એરપોર્ટ ખુલ્લી ગયું છે, જો કે મુંબઈ થી જામનગર આવનારી ફ્લાઈટ આજે આવી નથી, પરંતુ સંભવત: મંગળવારે ફ્લાઈટ જામનગર આવી શકે છે.
Next Article
Advertisement