એરપોર્ટ ફાટક તા.18થી 24 માર્ચ સુધી આંશિક રીતે બંધ
રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં આવેલો રેલ્વે ક્રોસિંગ નં. 4 (એરપોર્ટ ફાટક) 18 માર્ચ થી 24 માર્ચ, 2025 સુધી 7 દિવસ માટે મેન્ટેનન્સ કાર્ય માટે આંશિક રીતે બંધ રહેશે. 18 માર્ચથી 21 માર્ચ સુધી, આ ફાટક પર વન-વે ટ્રાફિક રહેશે, એટલે કે, એક બાજુ સંપૂર્ણપણે બંધ રહેશે અને બીજી બાજુ રોડ ટ્રાફિક માટે ખુલ્લો રહેશે. 22 માર્ચના રોજ રાત્રે 9.00 વાગ્યાથી 23 માર્ચના રોજ સવારે 4.00 વાગ્યા સુધી આ ફાટક બંને બાજુના રોડ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે. 23 માર્ચના રોજ રાત્રે 9.00 વાગ્યાથી 24 માર્ચના રોજ સવારે 4.00 વાગ્યા આ ફાટક સુધી બંને બાજુના રોડ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે. 24 માર્ચ ના રોજ આ ફાટક પર વન-વે ટ્રાફિક રહેશે, એટલે કે એક બાજુ સંપૂર્ણપણે બંધ રહેશે અને બીજી બાજુ રોડ ટ્રાફિક માટે ખુલ્લો રહેશે.
આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ આમ્રપાલી અંડરપાસ અને રાજકોટ-ભક્તિનગર સેક્શન માં આવેલ રેલ્વે ક્રોસિંગ નંબર 3 (ભોમેશ્વર ફાટક) નો ઉપયોગ કરી શકે છે.