રાજકોટથી 3 વર્ષ બાદ ફરી હૈદરાબાદની હવાઇ સેવા
અગાઉ સ્પાઇસ જેટ દ્વારા શરૂ કરેલી હૈદરાબાદની ફ્લાઇટ ટૂંકાગાળામાં જ બંધ કરાઇ હતી, હવે ઇન્ડિગો શરૂ કરશે
રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આગામી 16 સપ્ટેમ્બર એટલે કે, દોઢ મહિના પછી હૈદરાબાદની નવી હવાઇ સુવિધાનો પ્રારંભ થશે. રાજકોટના જુના એરપોર્ટ ઉપરથી ત્રણ વર્ષે પૂર્વે સ્પાઇસ જેટ દ્વારા રાજકોટ હૈદરાબાદની હવાઇ સેવા શરૂ કરી હતી. પરંતુ મુસાફરો નહીં મળતા આ ફ્લાઇટ ખુબ જ ટૂંકા સમયમાં બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે ત્રણ વર્ષ પછી ફરીથી રાજકોટ હૈદરાબાદ વચ્ચે હવાઇ સેવા શરૂ થવાની છે. ત્યારે આ ફ્લાઇટમાં મુસાફરો મળશે કે કેમ? તે અંગે હજુ અસમજનસ જોવા મળી રહ્યું છે.
રાજકોટના હીરાસર એરપોર્ટ ઉપરથી ઇન્ડિગો દ્વારા હૈદરાબાદની સીધી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ફ્લાઇટ દરરોજ બપોરે 2:25 મીનીટે રાજકોટથી હૈદરાબાદ માટે ઉડાન ભરશે અને હૈદરાબાદ સાંજે 4:05 મીનીટે પહોંચશે તેમજ હૈદરાબાદથી રાજકોટ માટે આ ફ્લાઇટ દૈનિક હૈદરાબાદથી બપોરે 12:10 મીનીટે ઉડાન ભરશે અને રાજકોટ બપોરે 01:55 મીનીટે પહોંચશે રાજકોટ હૈદરાબાદ વચ્ચે ત્રણ વર્ષ પછી ફરીથી હવાઇ સેવા શરૂ થવા જઇ રહી છે. ત્યારે તેનો સીધો ફાયદો રાજકોટના વેપારીઓને થશે.
અત્રે એ વાત ઉલ્લેખનિય છે કે, અગાઉ રાજકોટના જુના એરપોર્ટ ઉપરથી વર્ષ 2021માં સ્પાઇસ જેટ દ્વારા રાજકોટ હૈદરાબાદ વચ્ચે દૈનિક ફ્લાઇટ સેવા શરૂ કરી હતી. પરંતુ મુસાફરો નહીં મળતા આ ફ્લાઇટ સેવા સ્પાઇસ જેટે આ સેવા ટૂકા ગળામાં આ સેવા બંધ કરી દીધી હતી. રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થયા બાદ હાલ ઇન્ડિંગો 9 ફ્લાઇટ ઉડાન ભરશે ઇન્ડિગોની મુંબઇ, ગોવા અને બેંગ્લોર તેમજ અમદાવાદની ફ્લાઇટ સેવા ઉપરાંત મેપા એટલે કે, ગોવા અને પુનાની સપ્તાહીક ફ્લાઇટ ઉડાન ભરે છે. ત્યારે હૈદરાબાદની ફ્લાઇટ શરૂ થતા રાજકોટ એરપોર્ટ ઉપર વધુ એક સુવિધા ઉપલબ્ધ બનશે.