રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટમાં હવા હવાઇ
રાજકોટનું કહેવાતુ ઇન્ટરનેશલ એરપોર્ટ સુવિધાઓના મામલે ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. અગાઉ લેખક જય વસાવડાએ રાજકોટના નવા એરપોર્ટની હાલત અંગે વીડિયો વાઇરલ કરી તંત્રને દોડતુ કર્યા બાદ હવે નવા બનેલામ ઇન્ટરનેશનલ ટર્મિનલમાં મુસાફરોને પડતી અસુવિધા અંગે રાજકોટના જાણીતા તબીબે સોશિયલ મીડિયા ઉપર હૈયાવરાળ ઠાલવી છે.
ઇન્ટરનેશનલ એરપોર્ટથી આયુર્વેદ ફિઝિશિયન હવાઈ મુસાફરી કરવા માટે એરપોર્ટ ઉપર પહોંચ્યા તો મોબાઇલ નેટવર્ક ન મળતા અને વાઇફાઇની સુવિધા ન હોવાથી તેમજ ઉનાળામાં એર કન્ડિશન પણ ધીમું ચાલતું હોવાની ફરિયાદ સાથેનો વિડીયો વાયરલ કર્યો હતો. જેને લઇ એરપોર્ટ ઓથોરિટી ઉપર સવાલ ઉભા થયા છે.
હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અનેક ખામીઓને લઈને એક તબીબે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં ભીષણ ગરમીમાં એરપોર્ટ પર એર કન્ડિશન બંધ હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. આયુર્વેદ ફિઝિશિયન ડો.ગૌરાંગ જોશીએ એરપોર્ટ પર અસુવિધા હોવાનો દાવો કર્યો છે. મોબાઈલ ચાર્જિંગ,નેટવર્ક પ્રોબ્લેમ અને ખાણીપીણીની સમસ્યાનો આક્ષેપ સાથો વીડિયો વાયરલ કર્યો છે. નામ ઈન્ટરનેશનલ પણ સુવિધા ન હોવાનો ડો.ગૌરાંગ જોશીએ આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુવિધાને લઈ હિરાસર એરપોર્ટ ચર્ચામાં આવ્યો હતો.
જે વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, આ રાજકોટ ઈન્ટરનેશન એરપોર્ટ પરંતુ ઈન્ટરનેશન એરપોર્ટ પર હોવી જોઈએ તેવી સુવિધાનો સદંતર અભાવ છે, અહીં એસી બરાબર કામ કરતું નથી તેમજ ઘણી રજૂઆતો બાદ થોડા ચાર્જિંગ પોઈન્ટ મુકવામાં આવ્યા છે તેમજ સૌથી મહત્વની વાત એ છે કે, અહીં મોબાઈલ નેટવર્ક મળતુ નથી તેમજ વાયફાયની સુવિધા પણ નથી, ત્યારે આ સુવિધા રાજકોટના નાગરિકોને ક્યારે મળશે.રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અસુવિધાને લઇ વાયરલ થયેલ વિડીયોથી એરપોર્ટ ઓથોરિટી ઉપર સવાલ ઉભા થયા છે.