અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ, 242 મુસાફરો હતાં સવાર, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં Air Indiaનું પ્લેન ક્રેશ થયું છે. આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 242 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.આ ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને રાહતની કામગીરી શરુ કરવામાં આવી છે. હાલ દુર્ઘટનાને પગલે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદમાં Air Indiaનું પ્લેન ક્રેશ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયર ટીમ ઘટના સ્થળ પર પાંચથી વધારે વાહનો પહોંચ્યા છે. આ તરફ હાલ બચાવ કામગીરી ચાલુ છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરાઇ છે. વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ તરફ હવે મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગને પણ જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા સૂચના આપી છે.