ઓખા-ભાવનગર એકસપ્રેસ ટ્રેનમાં વાતાનુકૂલિત કોચની સુવિધા લંબાવાઇ
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ પ્રશાસન દ્વારા ઓખાભાવનગર અને ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનોમાં કામચલાઉ ધોરણે એક થર્ડ એસી (તૃતીય વાતાનુકૂલિત) કોચની સુવિધા છ મહિના માટે પૂરી પાડવામાં આવી હતી. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વાતાનુકૂલિત કોચની સુવિધાને લંબાવવામા આવી છે
ટ્રેન સંખ્યા 19210 ઓખાભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો થર્ડ એસી કોચ, જેને અગાઉ 03 ડિસેમ્બર 2025 સુધી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી, હવે તેની અવધિ વધારીને 31 જાન્યુઆરી 2026 સુધીની કરવામાં આવી છે.
ટ્રેન સંખ્યા 19209 ભાવનગરઓખા એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો થર્ડ એસી કોચ, જેને અગાઉ 02 ડિસેમ્બર 2025 સુધી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી, હવે તેની અવધિ વધારીને 30 જાન્યુઆરી 2026 સુધીની કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના લાખાબાવ ળપીપળીકાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કાર્યને કારણે 16 ઓક્ટોબરથી લઈને 30 નવેમ્બર, 2025 સુધી કાનાલુસપોરબંદર અને પોરબંદરકાનાલુસ લોકલ ટ્રેનો આંશિક રીતે રદ રહેશ ટ્રેન સંખ્યા 59206 પોરબંદરકાનાલુસ લોકલ આ ટ્રેન હવે 16 ઓક્ટોબરથી લઈને 30 નવેમ્બર 2025 સુધી પોરબંદરથી ઉપડીને ગોપજામ સુધી જ ચાલશે તથા ગોપજામકાનાલુસ ખંડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન સંખ્યા 59205 કાનાલુસપોરબંદર લોકલ હવે 16 ઓક્ટોબરથી લઈને 30 નવેમ્બર 2025 સુધી કાનાલુસને બદલે ગોપજામ સ્ટેશનથી ચાલશે અને કાનાલુસ-ગોપજામ ખંડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry. indianrail .gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેમ યાદીમા જણાવ્યુ છે. કોન્ટ્રાકટરો લાંબા અંતરના પુરૂષ સ્થળાંતરોની વધુ ભરતી કરે છે, જેથી ભીલ આદિવાસી અને મહિલા કામદારો હાંસિયામાં ધકેલાયા છે