For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિવાળીએ હવા ઝેરી બની, AQIથી સાતગણુ વધારે ખરાબ પ્રદૂષણ

02:33 PM Oct 20, 2025 IST | Bhumika
દિવાળીએ હવા ઝેરી બની  aqiથી સાતગણુ વધારે ખરાબ પ્રદૂષણ

Advertisement

ઔદ્યોગિક ધૂમાડો, વાહનો અને ફટાકડાના કારણે સમસ્યામાં વધારો, જન આરોગ્ય જોખમમાં

પીક અવર્સમાં ધૂળ અને ધૂમાડામાં મોટા ભાગના નિયમિત અવર-જવર કરનારાઓ માટે ધૂળ અને ધૂમાડાના કારણે વઘી રહેલા પ્રદૂષણનું જોખમી સ્તર છે. હાલમાં 19 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદનું AQI 104, હવામાં તરતા પ્રદૂષણના રજકણો પાર્ટીક્યૂલેટ મેટર PM22.5નું સ્તર 36.8 છે. ઓક્ટોબર 2025માં શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 195 સુધી પહોંચી ગયું છે, જે બિનઆરોગ્યપદ શ્રેણીમાં છે.

Advertisement

વટવાGIDCમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ 320 માસ્ક પહેરી બહાર નીકળવું પડે તેવી સ્થિતિ છે. આ સ્તર વિશ્વ આરોગ્ય સંગઠન (ઠઇંઘ) દ્વારા નક્કી કરેલી મર્યાદાથી સાત ગણું વધારે છે. 2022માં આ મહિનાનું સર્વોચ્ચ AQI 174 હતું, પણ 2025માં તે વધુ ખરાબ થયું. ઔદ્યોગિક ધુમાડો, વાહનો અને હવામાનને કારણે આ સમસ્યા વધી છે. લોકોના આરોગ્ય પર અને રોજિંદા જીવન પર તેની અસર પડી રહી છે. બે દિવસ પહેલાં 17 ઓક્ટોબરે તે 126 હતું. અમદાવાદના મુખ્ય વિસ્તારોમાં અલગ-અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

જેમ કે, એસ.જી.હાઈવેના કર્ણાવતી ક્લબની આસપાસનો વિસ્તાર સૌથી વધુ પ્રદૂષણ ધરાવતા વિસ્તારોમાંનો એક છે. તો બીજી તરફ શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં વટવા જીઆઈડીસીમાં એર ક્વોલિટી 320 સુધી પહોંચી છે.

કોવિડ પછીના સમયગાળામાં શાળાએ જતાં બાળકો, નોકરીયાતો અને ટુ વ્હીલ લઈને જઈ રહેલા યુવાનો હવે માસ્ક બાંઘ્યા વિના નીકળી શક્તા નથી. એક તરફ વાહનોનો ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદની હવામાં દિનપ્રતિદિન પ્રદૂષણ વધી રહ્યું છે. 2020થી 2025 સુધીના ડેટા દર્શાવે છે કે, 2022માં ઓક્ટોબરમાં 174 AQI હતું, જે એક વર્ષ પછી 2025માં 195 થઈ ગયું. 2025માં ગુજરાતમાં 53 દિવસ ખરાબ સ્તરની હવા હતી.

2024માં 7 મહિના ખરાબસ્તરની હવા રહી. કોવિડના સમયમાં લોકડાઉનને કારણે હવા સુધરી હતી તે હવે ફરી ધીમે ધીમે ભયજનક સ્તરે પહોંચી રહી છે. વટવા-પિરાણા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં 10 લાખ જેટલાં વાહનોની અવરજવર, ધૂળભર્યા રસ્તા, બાંધકામ અને ઘટી રહેલી લિલોતરીને કારણે પરિસ્થિતિ હજુ બગડશે તેવી શક્યતાઓ છે.

અમદાવાદની હવામાં PM2 2.5, PM2 10, NO2 અને SO2 મુખ્ય પ્રદૂષકો છે. ધૂળ સાથે પેટ્રોલ, ડિઝલનો ધૂમાડો ભળે છે ત્યારે જોખમી અસ્થમા અને શ્વાસની બીમારીવાળા દર્દીઓ હાલત વધુ ખરાબ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement