2030 સુધીમાં 500 ગીગાવોટ RE મેળવવાનો લક્ષ્ય: PM મોદી
મોદી સરકાર-3 ટર્મમાં વધુ 3 કરોડ ઘર બનાવશે, દેશને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ, ગાંધીનગરમાં ચોથી ગ્લોબલ છઊ ઇવેન્ટનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન
ગાંધીનગર મહાત્મા મંદિરમાં પીએમ મોદીના હસ્તે ગુજરાત ચોથી ગ્લોબલ આરઇ ઇન્વેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 40થી વધુ સત્રોનું આયોજન કરાયું છે. આ ઇવેન્ટમાં 5 પ્લેનરી ચર્ચાઓ, 115થી વધુ B2B મિટિંગ કરવામાં આવી છે. 25 હજાર પ્રતિનિધિ, 200થી વધુ સ્પીકર્સે ભાગ લીધો છે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહભાગી થયા છે. જેમાં USA, UK, બેલ્જિયમનું પ્રતિનિધિમંડળ, ઓમાન, UAEનું પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યા છે. આ આ ઇવેન્ટમાં પીએમ મોદી સાથે રાજ્યપાલ અને ગુજરાતના CMભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં પીએમ મોદીના હસ્તે આરઇ ઇન્વેસ્ટમાં સંબોધન કરતા કહ્યું હતું કે, ભારતને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છે. આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી, આ ઇવેન્ટ એક મોટા મિશનનો હિસ્સો છે. ભારતને વિકસિત દેશ બનાવવાના વિઝનનો આ એક ભાગ છે. પહેલાં 100 દિવસમાં અમે અમારું વિઝન બતાવ્યુ છે. ભારતને ઝડપી વિકાસ કરાવે તેવા દરેક ક્ષેત્ર પર ફોકસ કર્યુ છે. ભારતમાં અમે 7 કરોડ ઘર બનાવી રહ્યા છીએ.
10 વર્ષમાં તેમાંથી 4 કરોડ ઘર બનાવી દીધા છે. પીએમ ત્રીજી ટર્મમાં નવા 3 કરોડ ઘર બનાવવાનું કામ શરૂૂ કરવામાં આવ્યું છે. 100 દિવસમાં 15થી વધારે વંદે ભારત ટ્રેન લોન્ચ કરાઇ છે. અનેક હાઇસ્પીડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી અપાઇ છે. 100 દિવસમાં ગ્રીન એનર્જી માટે અનેક નિર્ણયો લેવાયા છે. ઇન્ડિયન સોલ્યુશન્સ ફોર ગ્લોબલ એપ્લિકેશન આ વાતને વિશ્વ પણ ખૂબ સારી રીતે સમજે છે. વિશ્વને લાગે છે કે ભારત 21મી સદીમાં શ્રેષ્ઠ તક છે. ગુજરાતની આ ધરતી પર શ્વેત ક્રાંતિની શરૂૂઆત થઇ હતી.
ગુજરાતની આ ધરતી પર મધુક્રાંતિ, સૂર્યક્રાંતિની શરૂૂઆત થઇ છે. હવે ગુજરાતમાં ગ્રીન એનર્જીની શરૂૂઆત થઇ રહી છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સોલાર એનર્જી ક્ષેત્રે ખૂબ આગળ રહ્યું છે. ગાંધીજીએ ક્લાઇમેટ ચેન્જ વિશે ત્યારે કામ શરૂૂ કર્યું હતુ. મહાત્મા ગાંધીનું આ વિઝન ભારતની મહાન પરંપરાનું પ્રતિક છે. ગ્રીન ફ્યૂચર, નેટ ઝીરો એ કોઈ ફેન્સી શબ્દો નથી, ભારત માટે આ એક કટિબદ્ધતા છે. ભારત માનવજાતના ભવિષ્યની ચિંતા કરનારો દેશ છે. વિશ્વને રસ્તો દેખાડતા અનેક પગલાં ભારતે લીધા છે. ભારત આવનારા 1000 વર્ષનો બેઝ તૈયાર કરી રહ્યું છે. ભારતનું લક્ષ્ય ટોચ પર પહોંચી ત્યાં ટકી રહેવાનું છે.
આરઇ ઇન્વેસ્ટમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, 2047 સુધી વિકસિત દેશ બનાવવા શું જરૂૂરી છે તે ખબર છે? આપણી પાસે કોલસા અને ગેસના ભંડ઼ાર નથી, આપણે સોલાર, હાઇડ્રોજન, ગ્રીન પાવર પર આગળ વધીશું. 2030 સુધીમાં 500 ગીગાવોટ RE મેળવવાનો લક્ષ્યાંક છે. તેના માટે ગ્રીન એનર્જીને લોકજુવાળ બનાવી રહ્યા છીએ.
સમિટમાં વડાપ્રધાને કહ્યું હતું કે, પીએમ સૂર્યઘર યોજનાનો અભ્યાસ કરવો જોઇએ. જેનાથી ભારતનું દરેક ઘર ઉર્જા ઉત્પાદનનો સ્ત્રોત બનશે.3.25 લાખ ઘરોમાં સોલાર રૂૂફટોપ ઇન્સ્ટોલ થઈ ગયા છે. આ યોજનાના મળી રહેલા પરિવારો અદભૂત છે. લોકોનું વીજળીનું બિલ બચશે, વીજળી વેચી કમાણી થશે. 21મી સદીના ઇતિહાસમાં ભારતની સોલારક્રાંતિ સવર્ણ અક્ષરે લખાશે. અહીંથી 100 કિ.મી દૂર સોલાર ગામ છે મોઢેરા…મોઢેરા ગામની તમામ વીજળી જરૂૂરિયાત સોલારથી ચાલે છે. ભારતના અનેક ગામોને મોઢેરા જેવા વિકસાવાઈ રહ્યા છે.
ગાંધીનગરના બંગલોમાં લગાવેલ પ્રોજેક્ટની મુલાકાત લીધી
પી.એમ. મોદી વતન ગુજરાતમાં છે. આજે મહાત્મા મંદિરમાં યોજાયેલી રિન્યૂએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં હાજરી આપતાં પહેલાં રાજભવનથી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી. તેમણે ગાંધીનગરના વાવોલની શાલીન-2 સોસાયટીના 53 નંબરના બંગલોમાં મુલાકાત લઈ છત પર લાગેલી સોલર પેનલ નિહાળી હતી. તેમજ બંગલો માલિક જક્સી સુથાર અને તેમના પત્ની સાથે વાત કરી હતી. વડાપ્રધાનને જોવા માટે આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા હતા. તેમજ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. વાવોલમાં કુલ 100 એપાર્ટમેન્ટ અને 25 બંગલોની સ્કીમ છે. તેમજ 14 હજાર નોંધાયેલા મતદારો છે. પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ 89 પરિવારોએ લીધો છે. જ્યારે શાલીન-2 સોસાયટીમાં કુલ 65 બંગલો છે, જેમાંથી 22 ઘર પર સોલર પેનલ લાગેલી છે.