અમદાવાદ-સુરત વાયા જામનગર ફલાઇટ શરૂ
જામનગરના ઈતિહાસમાં પહેલી વખત આંતર-જિલ્લા વિમાન સેવાનો 23 ઓગસ્ટ 2025થી પ્રારંભ થયો છે. 50 બેઠકોની ક્ષમતા ધરાવતું વિમાન અમદાવાદથી જામનગર આવ્યું. પ્રથમ ફ્લાઈટમાં 25 મુસાફરો સાથે સવારે 8:33 વાગ્યે સુરત માટે રવાના થયું. જામનગર એરપોર્ટના ડાયરેક્ટર ડી.કે.સિંઘે વિમાનની પ્રથમ ઉડાન પહેલાં કેક કટિંગ અને રિબન કટિંગ કર્યું. આ પ્રસંગે ચેમ્બરના પૂર્વ પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર-મુંબઈ વિમાન સેવા પહેલેથી જ કાર્યરત છે. આ રૂૂટ પર રોજની એક ફ્લાઈટ જેટલો મુસાફર ટ્રાફિક નોંધાય છે. 2022-23માં જામનગર-બેંગલુરુ-હૈદરાબાદ રૂૂટ શરૂૂ થયો હતો, જે થોડા મહિના બાદ બંધ થયો. નવી શરૂૂ થયેલી સેવા અંતર્ગત વિમાન અમદાવાદથી સવારે 8:10 વાગ્યે જામનગર આવે છે. ત્યાંથી 8:33 વાગ્યે સુરત જાય છે. સુરતથી બપોરે 1:30 વાગ્યે જામનગર પરત આવે છે અને બપોરે 2 વાગ્યે અમદાવાદ જવા રવાના થાય છે.
આ સેવા વિદેશ જવા માંગતા, મુંબઈ કે સુરત જવા ઈચ્છતા અને અમદાવાદમાં સારવાર લેવા માંગતા લોકો માટે ઉપયોગી સાબિત થશે. જામનગરમાં મોટા ઉદ્યોગો, જીઆઈડીસી અને દ્વારકાધીશ મંદિરને કારણે વિમાની સેવાની માંગ રહે છે.