રાજકોટમાં CGHS સેન્ટર મળવા છતા શરૂ નહીં કરતા કર્મચારીઓને અમદાવાદના ધક્કા
સૌરાષ્ટ્ર અને કચ્છના 15 હજારથી વધુ સેવાનિવૃત્ત સરકારી કર્મચારીઓ અને CGHS લાભાર્થીઓ રાજકોટમાં CGHS વેલનેસ સેન્ટર રાજકોટના મળી ગયું છે પરંતુ શરૂૂ હજુ સુધી થયું નથી જેમના કારણે કર્મચારીઓને અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે અવર્સ એસોસિએશન દ્વારા આ મામલે વર્ષ 2019થી જ રજૂઆતો કરવામાં આવી રહી છે. રાજકોટના CGPAના હોદ્દેદારોએ સંબંધિત સાંસદો અને ધારાસભ્યોને મળીને તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હીમાં પણ રજૂઆત કરી છે, તેમ છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. રાજકોટમાં ઈૠઇંજતબીબી સુવિધાઓના અભાવે પેન્શનરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેને લઇ આજે કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા.
અમદાવાદ સુરત વડોદરામાં CGHS વેલનેસ સેન્ટર અને એમ્પેનલ્ડ હોસ્પિટલો કાર્યરત છે, ત્યારે રાજકોટમાં વેલનીસ સેન્ટર ફાડવી દેવામાં આવ્યું છે પરંતુ મંજૂરીના કારણે આ સુવિધાનો અભાવ સત્તાવાળાઓની ઉદાસીનતા દર્શાવે છે. વધુમાં, AIIMS દ્વારા CGHS લાભાર્થીઓને અમદાવાદના CGHS વેલનેસ સેન્ટર ખાતેથી રેફરલ લેટર મેળવીને આઉટડોર દર્દીઓ તરીકે સારવાર લેવા જણાવાય છે. જોકે, ઇનપેશન્ટ સારવાર માટે AIIMS દ્વારા કોઈ વ્યવસ્થા નથી. આટલી મોટી ઉંમરે પેન્શનરોને CGHS સુવિધા માટે ભટકવું પડે તે અત્યંત દુ:ખદ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના 15,000 થી પણ વધુ કેન્દ્રીય સરકારી પેન્શનરો અને CGHS લાભાર્થીઓ વતી, સંબંધિત સત્તાવાળાઓ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને રાજકોટમાં તાત્કાલિક CGHS વેલનેસ સેન્ટર અને એમ્પેનલ્ડ હોસ્પિટલો સ્થાપવા વિનંતી કરવામાં આવી છે. આ લાભાર્થીઓએ આજીવન સબ્સ્ક્રિપ્શન તરીકે નોંધપાત્ર રકમ પણ ચૂકવી છે. લાંબા સમયથી રાજકોટમાં CGHS વેલનેસ સેન્ટરની સ્થાપનાની માંગણી કરવામાં આવી છે.