રાજકોટ જંકશન પર અમદાવાદ-ઓખા વંદે ભારતના સમયમાં ફેરફાર કરાયો
04:21 PM Jul 19, 2025 IST | Bhumika
Advertisement
ટ્રેનોની સમય પાલનતામાં સુધાર કરવા અને તેમના ઝડપી સંચાલનને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી, અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના રાજકોટ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નં. 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત રાજકોટ સ્ટેશન પર હાલના સમય 21.03 વાગ્યાના બદલે 21.15 વાગ્યે આવશે અને 21.08ના બદલે 21.20 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ફેરફાર 23-7-25થી લાગુ પડશે. આ ટ્રેનના માર્ગમાં આવતા અન્ય કોઈપણ સ્ટેશનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેનોના સ્ટોપેજ, આગમન/પ્રસ્થાન સમય સહિતની અન્ય અપડેટ માહિતી માટે મુસાફરોને ૂૂ. યક્ષિીશિુ. શક્ષમશફક્ષ ફિશહ. લજ્ઞદ. શક્ષ ની મુલાકાત લેવા જણાવ્યુ છે.
Advertisement
Advertisement