ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને 5 લાખનો દંડ, FRCની મંજૂરી વગર ફી ઉઘરાવી

06:16 PM Apr 17, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

બોડકદેવ વિસ્તારમાં આવેલી અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા FRCની મંજૂરી વિના જ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવાતી હોવાથી રૂૂપિયા 5 લાખ દંડ ફટકારાયો છે. આ સ્કૂલ દ્વારા વર્ષ-2018થી ગુજરાતી માધ્યમની ફી મંજુર કરાવવાની તસ્દી સુદ્ધા લેવામાં આવી નહોતી. એટલું જ નહીં, સ્કૂલ દ્વારા RTE હેઠળ પ્રવેશ મેળવેલા બાળક દીઠ રૂૂપિયા 13,500 સરકાર પાસેથી વસૂલવામાં આવ્યાં હતા. આમ આ પ્રકારની ગેરરીતિ ધ્યાને આવતા દંડનીય કાર્યવાહી કરાઈ છે. આગામી 15 દિવસમાં ડીઈઓ કચેરી ખાતે દંડની રકમ ભરવા સ્કૂલને FRCએ આદેશ જારી કર્યો છે. FRCની તવાઈ આવતા ખાનગી સ્કૂલોના સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. RTE અંતર્ગત પ્રવેશ મેળવતા બાળકોની ફી સરકાર દ્વારા સ્કૂલને આપવામાં આવે છે.

જેમાં સ્કૂલની મૂળ ફી અથવા તો મહત્તમ 13,500 ચૂકવાય છે. અમદાવાદ ઈન્ટરનેશલ સ્કૂલે કમિટી સમક્ષ રજૂ કરેલી વિગતો મુજબ વર્ષ-2018-19થી 2020-21માં વિદ્યાર્થી દીઠ રૂૂપિયા 600 અને વર્ષ 2022-23 અને વર્ષ 2023-24માં રૂૂપિયા 1,200 જ વસુલ્યાં છે. બીજી તરફ છઝઊના બાળકો દીઠ સરકાર પાસેથી રૂૂપિયા 13,500 વસૂલ્યા છે. આથી આ સ્કૂલે સરકારને ગુમરાહ કરી વધુ વસૂલેલા નાણા પરણ પરત કરવા પડશે એવું નિષ્ણાંતોનું કહેવું છે. આ અંગેની કાર્યવાહી જિલ્લાના શિક્ષણાધિકારીએ કરવાની રહેશે એવું નિષ્ણાતો કહે છે.

Tags :
AhmedabadAhmedabad International SchoolAhmedabad newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement