For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધારાસભ્ય હાર્દિક પટેલની ધરપકડનું અમદાવાદ કોર્ટે વોરન્ટ ઇસ્યુ કર્યુ

05:53 PM Sep 10, 2025 IST | Bhumika
ધારાસભ્ય હાર્દિક પટેલની ધરપકડનું અમદાવાદ કોર્ટે વોરન્ટ ઇસ્યુ કર્યુ

ગુજરાતના રાજકારણમાં એક સમયે સક્રિય પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અમદાવાદની એક કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે. આ કાર્યવાહી વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા એક ગુના સાથે સંબંધિત છે, જેમાં હાર્દિક પટેલ સહિત અન્ય કાર્યકરો સામે ગુનો દાખલ થયો હતો.

Advertisement

આ ઘટના વર્ષ 2018ની છે, જ્યારે પાટીદાર આંદોલન તેના પૂરજોશમાં હતું. તે સમયે આંદોલનકારીઓએ કેટલાક વિરોધ પ્રદર્શનો કર્યા હતા જેના ભાગરૂૂપે હાર્દિક પટેલ, ગીતા પટેલ, કિરણ પટેલ, આશિષ પટેલ અને અન્ય ઘણા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવા અને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા માટે નોંધાયો હતો. ત્યારથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેની સુનાવણીઓ નિયમિત રીતે થઈ રહી છે.

હાર્દિક પટેલ હવે વિરમગામના ધારાસભ્ય છે, પરંતુ ધારાસભ્ય બન્યા પછી પણ તેઓ આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં નિયમિતપણે હાજર રહ્યા નથી. કોર્ટની કાર્યવાહીમાં આરોપીઓની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, અને વારંવાર ગેરહાજર રહેવું એ કાયદાની પ્રક્રિયાને અવરોધે છે. આ જ કારણસર, કોર્ટે ખકઅ હાર્દિક પટેલને અનેક તકો આપી હોવા છતાં, તેઓ હાજર ન રહેતા, આખરે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.

Advertisement

હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇશ્યુ થવાથી તેમના માટે કાનૂની મુશ્કેલીઓ વધી છે. તેમને હવે કોર્ટમાં હાજર થવું પડશે અને આ મામલે સ્પષ્ટતા કરવી પડશે. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે કે શું આ પગલું ખકઅ હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી પર કોઈ અસર કરશે કે કેમ. એક ધારાસભ્ય હોવાને કારણે, તેમની સામે આવા કાનૂની પગલાં લેવાય તે એક ગંભીર બાબત ગણી શકાય. જોકે, આ કેસનો અંતિમ નિર્ણય કોર્ટની સુનાવણી પછી જ આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement