અમદાવાદ કોમનવેલ્થ ગેમ: S.P. સ્પોર્ટ્સ એન્કલેવની 3-ઉ ઇમેજ તૈયાર
ઓસ્ટ્રેલિયાની પોપ્યુલસ કંપનીએ ડિઝાઇન બનાવી, અનેક સંકુલો બનશે
ભારતે કોમનવેલ્થ ગેમ 2030 માટે સત્તાવાર દાવેદારી કરી દીધી છે અને આ માટે યજમાન શહેર તરીકે અમદાવાદ પર પસંદગી ઉતારી છે ત્યારે અમદાવાદમાં સાબરમતીના કિનારે બનનારા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવની થ્રી-ડી ઇમેજ રજુ કરાઈ છે. હાલના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુ બાજુમાં 6000 થી 10000 વ્યક્તિની ક્ષમતા ધરાવતું એરેના, 12000 વ્યક્તિની ક્ષમતા ધરાવતું એક્વાટિક્સ સેન્ટર, 10000 વ્યક્તિની ક્ષમતાનું ટેનિસ સેન્ટર, 5000 વ્યક્તિની ક્ષમતાનું રિંગ ઓફ યુનિટી, 50000થી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું ફૂટબોલ સ્ટેડિયમ અને 18000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું મલ્ટી પર્પઝ ઇન્ડોર એરેના બનાવામાં આવશે.
અમદાવાદ 2036 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે અગ્રણી ભારતીય દાવેદાર તરીકે પોતાનું સ્થાન બનાવી રહ્યું છે ત્યારે આ ઇવેન્ટથી પ્રેરિત થઈને, શહેરની શહેરી વિકાસ સત્તામંડળએ વ્યૂહાત્મક રીતે સ્થિત રમતગમત સ્થળોના ક્લસ્ટરો સાથે 20 વર્ષનો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે અને આ માટે ઓસ્ટ્રેલિયાની પોપ્યુલસ કંપનીની ડિઝાઈન માટે પસંદગી કરવામાં આવી છે.
પોપ્યુલસ કંપનીએ જણાવ્યું હતું કે 2032 ઓલિમ્પિકનું આયોજન કરવા માટે અમારી ભારત અને બ્રિસ્બેન ઓફિસોને કરારબદ્ધ કરવામાં આવી છે, જે એક મહત્વપૂર્ણ વિકાસ છે. ઈંઘઈ નું એજન્ડા 2020+5 માળખું શહેરોને શક્ય હોય ત્યાં હાલના સ્થળોનો ઉપયોગ કરવા અને જરૂૂર પડે ત્યારે કામચલાઉ સ્થળો સાથે પૂરક બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. જો કે, આ માળખું એવા સ્થળોને પણ મંજૂરી આપે છે જે બાંધકામ માટે પહેલાથી જ આયોજન કરવામાં આવ્યું છે.