અહેમદ પટેલનો પુત્ર ફૈઝલ નવી રાજકીય પાર્ટી બનાવશે
ભરુચમાં અહેમદ પટેલના સંતાનો વચ્ચે રાજકારણ ગરમાયું છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ ચર્ચામાં આવી છે. જેમાં તેમને લખ્યું છે કે તેઓ કોંગ્રેસમાંથી અલગ પડીને CONGRESS AP પાર્ટી બનાવવાની વિચારણા કરી રહ્યાં છે. જ્યારે બહેન મુમતાઝ પટેલ પણ નવી પાર્ટીમાં જોડાય તેવી આશા વ્યકત કરી છે. ફૈઝલ પટેલે આ અંગે સોશિયલ મીડિયા પર સમર્થકો પાસેથી અભિપ્રાય માગ્યા હતા. તેમજ ફૈઝલ પટેલની બહેન મુમતાઝ પટેલ પણ નવી પાર્ટીમાં જોડાય તેવી આશા વ્યકત કરી છે.
ફૈઝલ પટેલની પોસ્ટ બાદ મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે. મુમતાઝે ફૈઝલ પટેલની પોસ્ટને તેમની અંગત પોસ્ટ ગણાવી છે. તેમને પણ ટ્વિટર પર ટટ્વી કરી જણાવ્યું છે કે તેઓ કોઈ પણ અન્ય પાર્ટીમાં જોડાવાની યોજના નથી કરી રહ્યાં તેમજ કોઈ પણ નવી પાર્ટી બનાવાનો પ્લાન નથી કરી કર્યા, આ ઉપરાંત વધુમાં લખ્યું છે કે મારા ભાઈના વિચારો અને નિર્ણયો તેના અંગત છે.
ફૈઝલ પટેલ અગાઉ પણ પોતાના રાજકીય નિવેદનો અને ગતિવિધિઓને કારણે ચર્ચામાં રહ્યા છે. જેનાથી રાજકીય હડકંપ મચ્યો હતો. આ પહેલા પણ તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડવા અંગેની પોસ્ટ કરી હતી. આ વખતે તેમણે સીધા અલગ પક્ષની રચના માટે સમર્થકોના અભિપ્રાય માંગ્યા છે,