રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ક્રિષ્ના ટાઉનશિપમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રી

01:00 PM Dec 26, 2024 IST | Bhumika
Advertisement

કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ 3 ના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.આ તકે પ્રસંગિક ઉદબોધન કરતા મંત્રીએ જણાવ્યું કે નાગરિકોની સુવિધામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા નક્કર પગલાઓ લેવામાં આવી રહ્યા છે.લોકોની પાયાની જરૂૂરિયાત સંતોષાય તેમજ જીવન જરૂૂરિયાતની તમામ સુવિધાઓ નાગરિકોને મળી રહે તે માટે વિકાસના નાના મોટા અનેક કામો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.આ પ્રસંગે કોર્પોરેટર ભરતભાઈ પરમાર, રામભાઈ જાડેજા, સોસાયટી પ્રમુખ નરેશભાઈ બદીયાણી, ઉપપ્રમુખ બળવંતસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી હરપાલસિંહ જાડેજા, મહિપતસિંહ, નરેન્દ્રસિંહ જાડેજા, નકુમભાઈ તથા બહોળી સંખ્યામાં વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Tags :
Agriculture Ministergujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement